આજરોજ વેરાવળ ગ્રામ પંચાયત દ્વારા સરકારશ્રીની વાસ્મો અંતર્ગત નલ સે જલ યોજના દ્વારા 98 લાખ રૂપિયાનું પાણી ની પાઈપ અને સંપના કામ નું ખાતમુહુર્ત સરપંચ શ્રી રવિરાજસિંહ જાડેજા તેમજ તલાટી મંત્રી શ્રી સત્યમ દવે તથા પંચાયતના સભ્યશ્રી રમેશભાઇ વાઘેલા, બાબુભાઈ કોચરા, દલસુખભાઈ રાઠોડ,અમૃતભાઈ દાફડા, જયાબેન અમૃતભાઈ ડાંગર સહીત ના લોકો હસ્તે ખાતમુર્હત કરવામાં આવેલ હતું જેમાં બહોળી સંખ્યામાં રામદેવ નગર વિરમદેવ નગર બુધ્ધનગરના રહીશો ઉપસ્થિત રહ્યા. અને સરકારશ્રીનો તથા સરપંચશ્રી રવિરાજસિંહ જાડેજા નો વર્ષો જૂના પડતર પાણીના પ્રશ્નોનો નો કાયમી નિકાલ થતા રહીશો મા પણ આનંદ ની લાગણી છવાય હતી.


