આજરોજ વેરાવળ ગ્રામ પંચાયત દ્વારા સરકારશ્રીની વાસ્મો અંતર્ગત નલ સે જલ યોજના હેઠળ 97 લાખ મંજૂર કરેલ હોય જેના અંતર્ગત 5 લાખ લીટર ના સંપના કામ નું ખાતમુહુર્ત સરપંચ શ્રી રવિરાજસિંહ જાડેજા તેમજ તલાટી મંત્રી શ્રી સત્યમભાઈ દવે તથા પંચાયતના સભ્યશ્રી રમેશભાઇ વાઘેલા, બાબુભાઈ કોચરા,ભાગવત ભાઈ સહીત લોકો ના હસ્તે ખાતમુર્હત કરવામાં આવેલ હતું.તેમજ સફાઈ કર્મચારો સહીત બહોળી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા.અને સરકારશ્રીનો તથા સરપંચશ્રી રવિરાજસિંહ જાડેજા નો વર્ષો જૂના વેરાવળ ગામના પડતર પાણીના પ્રશ્નોનો નો કાયમી નિકાલ થતા રહીશો મા પણ આનંદ ની લાગણી છવાય હતી.વધુ મા સરપંચ શ્રી રવિરાજસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે આગામી સમય મા ગામના જૂના પડતર પ્રશ્નો નો ઝડપી નિકાલ કરવા મા આવશે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ..


