ગત સાંજે શાપર વેરાવળ મા કોટડા સાંગાણી તાલુકા ના વેરાવળ ના રામદેવ નગર ખાતે બાબા સાહેબ આંબેડકરની 6 ડિસેમ્બર ના રોજ નિર્વાણ તિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા જેમાં શાપર-વેરાવળ ના સમાજ ના લોકો તેમજ શાપર વેરાવળ ના યુવા સરપંચ શ્રી રવિરાજસિહ જાડેજા. ગોપાલ ભાઈ જાડેજા. નાથાભાઈ ગોહેલ. રમેશભાઈ માકડિયા.અમૃત ભાઈ દાફડા તેમજ પત્રકાર ભાવિન ભાઈ રાણવા સહીત ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહામાનવ નારીઓના મુક્તિદાતા પીડિત અને વંચિતોના મસીહા ડોક્ટર બાબાસાહેબ ના 65માં મહાપરી નિર્વાણ દિવસે રામદેવ નગર માં શ્રદ્ધાસુમન કાર્યક્રમ યોજાયો હતો.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.


