સોનાના વાયદાના ભાવમાં રૂ.557ની વૃદ્ધિ, ચાંદી રૂ.82 ઢીલીઃ ક્રૂડ તેલ વધ્યુઃ રબરમાં નરમાઈનો માહોલઃ સીપીઓ, કપાસ, મેન્થા તેલમાં સુધારોઃ બુલડેક્સ ફ્યુચર્સમાં 259 પોઈન્ટ, મેટલડેક્સ ફ્યુચર્સમાં 783 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સમાં 374 પોઈન્ટની મૂવમેન્ટ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 22 થી 28 ઓક્ટોબરના સપ્તાહ દરમિયાન 21,04,229 સોદાઓમાં કુલ રૂ.1,76,306.19 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ હતા. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.557 વધવા સામે ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.82 ઢીલો બંધ થયો હતો. તમામ બિનલોહ ધાતુઓ ઘટી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને વધ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટનમાં 2,60,775 ગાંસડીના વોલ્યુમ સાથે કોટનનો વાયદો ગાંસડીદીઠ રૂ.1,390ના ઉછાળા સાથે રૂ.32,700ના સ્તરે બંધ થયો હતો. રબરમાં નરમાઈ સામે સીપીઓ, કપાસ અને મેન્થા તેલ સુધર્યા હતા. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના નવેમ્બર વાયદામાં 259 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના નવેમ્બર વાયદામાં 783 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સના નવેમ્બર વાયદામાં 374 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
દરમિયાન, વૈશ્વિક સ્તરે ફુગાવો વધતાં તથા ક્રૂડ તેલના ભાવ ફરી ઊછળતાં તેમ જ વિશ્વના વિવિધ દેશોમાં કોરોનાના કેસો ફરી વધવાની ખબરના પગલે સપ્તાહના અંતે ફંડોની લેવાલી વધી હતી અને વિશ્વબજારમાં સોનાના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના અંતે વિશ્વબજારમાં સોનાનો ભાવ ઔંશદીઠ 1803 ડોલર અને ચાંદીનો ભાવ 24.46 ડોલર બોલાયાના સમાચાર હતા. ઘરેલૂ હાજર બજારમાં અમદાવાદ ખાતે સોનાનો ભાવ 10 ગ્રામદીઠ 99.50ના રૂ.49,600 અને 99.90ના રૂ.49,800 તથા ચાંદીનો ભાવ કિલોદીઠ રૂ.67,000 બોલાયાના સમાચાર હતા. આ લખાઈ રહ્યું છે ત્યારે વિશ્વબજારમાં યુએસ ડોલર ઈન્ડેક્સ 93.45ના સ્તરે હતો, જ્યારે યુએસ 10 વર્ષીય બોન્ડ યિલ્ડ 1.603ના સ્તરે હતું. અમેરિકન ડોલર રૂ.74.78, યુરો રૂ.87.26 અને બ્રિટીશ પાઉન્ડ રૂ.103.10ના સ્તરે બોલાઈ રહ્યા હતા.
ઘરેલૂ વાયદા બજારની વાત કરીએ તો, એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં 9,71,580 સોદાઓમાં કુલ રૂ.55,072.93 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.47,555ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.48,299 અને નીચામાં રૂ.47,482 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.557 વધી રૂ.47,961ના ભાવે બંધ થયો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.682 વધી રૂ.38,762 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.109 વધી રૂ.4,820ના ભાવે બંધ થયો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.65,330 ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.66,752 અને નીચામાં રૂ.64,528 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.82 ઘટી રૂ.64,931 બંધ થયો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.108 ઘટી રૂ.65,107 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.100 ઘટી રૂ.65,098 બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટમાં એમસીએક્સ પર 5,30,689 સોદાઓમાં કુલ રૂ.48,333.77 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.6,155ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,428 અને નીચામાં રૂ.6,069 સુધી જઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.42 વધી રૂ.6,184 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ નવેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.32.70 વધી રૂ.435.70 બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝમાં એમસીએક્સ પર 18,341 સોદાઓમાં રૂ.2,321.30 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.1,718.50ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1783 અને નીચામાં રૂ.1701 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.90 વધી રૂ.1,770 બંધ થયો હતો. આ સામે રબર ઓક્ટોબર વાયદો 100 કિલોદીઠ રૂ.17,010ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.17,198 અને નીચામાં રૂ.16,700 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.342 ઘટી રૂ.16,990ના ભાવે બંધ થયો હતો. સીપીઓ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,116.60ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.1152.90 અને નીચામાં રૂ.1114.20 સુધી જઈ, સપ્તાહનાં અંતે રૂ.16.80 વધી રૂ.1140.50 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.15.80 વધી રૂ.942.90 અને કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.1,390 વધી રૂ.32,700બંધ થયો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં એમસીએક્સ પર 1,99,962 સોદાઓમાં રૂ.26,259.37 કરોડનાં 54,812.851 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 7,71,618 સોદાઓમાં કુલ રૂ.28,813.56 કરોડનાં 4,388.897 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.4,861.70 કરોડનાં 2,13,680 ટન, જસતના વાયદાઓમાં રૂ.3,286.12 કરોડનાં 1,15,945 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.13,853.33 કરોડનાં 1,81,962.5 ટન, નિકલના વાયદાઓમાં રૂ.9,203.29 કરોડનાં 59,475 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,369.36 કરોડનાં 73,230 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 1,80,038 સોદાઓમાં રૂ.18,414.19 કરોડનાં 2,94,43,500 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 3,50,651 સોદાઓમાં રૂ.29,919.58 કરોડનાં 67,91,40,000 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 49 સોદાઓમાં રૂ.1.88 કરોડનાં 216 ટન અને કોટનના વાયદાઓમાં 8,003 સોદાઓમાં રૂ.818.79 કરોડનાં 260775 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 1,609 સોદાઓમાં રૂ.71.37 કરોડનાં 759.96 ટન, રબરના વાયદાઓમાં 147 સોદાઓમાં રૂ.2.58 કરોડનાં 147 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 8,533 સોદાઓમાં રૂ.1,426.68 કરોડનાં 1,27,170 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 16,440.179 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 624.471 ટન, એલ્યુમિનિયમમાં 14,570 ટન, જસત વાયદામાં 6,215 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 11,735 ટન, નિકલ વાયદામાં 2,4000 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 4,795 ટન, ક્રૂડ તેલમાં 6,36,800 બેરલ અને નેચરલ ગેસમાં 66,92,500 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 128 ટન, કોટનમાં 145525 ગાંસડી, મેન્થા તેલમાં 393.12 ટન, રબરમાં 55 ટન, સીપીઓમાં 80,440 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન 27,646 સોદાઓમાં રૂ.2,342.71 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 13,114 સોદાઓમાં રૂ.1,054.68 કરોડનાં 14,606 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 10,418 સોદાઓમાં રૂ.944.03 કરોડનાં 10,942 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ વાયદામાં 1,623 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 1,059 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ નવેમ્બર વાયદો 14,349ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,574 અને નીચામાં 14,315ના સ્તરને સ્પર્શી, 259 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 99 પોઈન્ટ વધી 14,410ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ નવેમ્બર વાયદો 17,450ના સ્તરે ખૂલી, 783 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 319 પોઈન્ટ ઘટી 17,042ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, એમસીએક્સ પર કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 3,81,569 સોદાઓમાં રૂ.35,661.68 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,442.19 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.848.76 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.30,359.68 કરોડનાં કામકાજ થયાં હતાં.
