Gujarat

કોરોના અને ઓમિક્રોનને પહોંચી વળવા પંચમહાલ,દાહોદ, મહિસાગરનું તંત્ર સજ્જ

ગોધરા
વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના નવા વેરિયન્ટઓ ઓમિક્રોનના કેસ દિન-પ્રતિદિન વધી રહ્યાં છે. ત્યારે ગુજરાત સરકાર અને સરકારનું આરોગ્ય તંત્ર સતર્ક બની ગયું છે. વિદેશથી આવતા મુસાફરોના ફરજિયાત ટેસ્ટ કરી રહ્યું છે. તથા ૧૦૨ દિવસ પછી જિલ્લામાં કોરોનાના ૨ કેસ આવતાં નવા વેરીયન્ટ ઓમીક્રોનને પહોંચી વળવા મહિસાગર જિલ્લાનું આરોગ્ય તંત્ર એકશન મોડમાં આવીને કોરોના સામેની અને ખાસ કરીને નવા વેરિટન્ટલ ઓમીક્રોન સામે લડવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તૈયારીઓમાં જિલ્લાના મુખ્યા મથક લુણાવાડા ખાતેની જનરલ હોસ્પિટલમાં એકસ-રે રૂમ, ઓમીક્રોન વોર્ડ, ઓકિસજન પ્લાન્ટ તેમજ આરટીપીસીઆર ટેસ્ટિંગ લેબ છે. આ ઉપરાંત જિલ્લામાં ૧૩ જેટલી ૧૦૮ સહિત જિલ્લામાં અનેક એમ્બ્યુલન્સની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઇ છે. હોસ્પીટલોમાં આરોગ્ય વિભાગ દ્વારા ૧ એલપીએમના-૭૦, ૫ એલપીએમના-૮૫ અને ૧૦ એલપીએમના-૩ ઓકિસજન કોન્સન્ટ્રેટર, બી-ટાઇપના ૧૦ લીટરની ક્ષમતા વાળા ૧૮૯ અને ડી ટાઇપના જંબો ૧૨૮ ઓકિસજન સિલિન્ડર છે. જ્યારે જિલ્લાના અલગ અલગ સ્થળો પર ૮ ઓકિસજન પ્લાન્ટ છેજ્‌ ઓમીક્રોનને પહોંચી વળવા ૧૫૮ ઓક્સિજન ધરાવતા બેડની સુવિધા છે. જ્યારે સાદા ૭૦૦ બેડ ઉપલબ્ધ છે. કોરોના વાઇરસના ઓમીક્રોન વેરિયન્ટ સામે લડવા ૩૫ ઁૐઝ્ર અને ૮ ઝ્રૐઝ્ર સેન્ટર સહિત જિલ્લાની જનરલ હોસ્પિટલનો સ્ટાફ અને તંત્ર સક્ષમ અને સજજ બન્યો છે.કોરોના વાઇરસના ઓમિક્રોન વેરિયન્ટના કેસ ખુબ ઝડપથી વધી રહ્યાં છે. ત્યારે એક તરફે સરકાર દ્વારા તકેદારીના ભાગરૂપે રાત્રી કરફ્યુનો અમલ કરી દેવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ સમગ્ર આરોગ્ય તંત્રને પણ એલર્ટ કરી સજ્જ કરી દેવામાં આવ્યું છે. જેમાં જાણવા મળ્યુ હતું કે સમગ્ર તંત્ર પુરતા ઓક્સિજનના પ્લાન્ટ તથા તમામ મેડિકેશન સાથે સજ્જ થઇ ચૂક્યું છે. ગોધરાની સિવીલ હોસ્પિટલમાં ઓમિક્રોન માટે અલાયદો વોર્ડ પણ બનાવી દેવામાં આવ્યો છે. જ્યારે પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં પણ ઓક્સિજન તથા અન્ય સુવિધાઓ સાથેના ૩૯૦૭ બેડની તૈયારીઓ કરી દેવાઇ છે. સાથે તાલુકાઓ-ગામડાંઓના હેલ્થ સેન્ટરોમાં પણ તૈયારી કરી દેવામાં આવી છે. ગુજરાત રાજયમાં ઓમિક્રોન વેન્ટીએટના કેસો વધતાં આરોગ્ય તંત્ર ચિતાં મુકાયું છે. તે ઝડપી ફેલાતો હોવાથી પંચમહાલમાં ભવિષ્યમાં કેસ આવે તેવી શક્યતાઓને પગલે આરોગ્ય વિભાગ તૈયારીઓમાં લાગી ગયું છે. ગોધરા સિવિલમાં ઓમીક્રોનની સારવાર માટે અલાયદો ૧૦ બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર છે. જ્યારે બીજી લહેર વખતની ઓક્સિજનની અછતના અનુભવે સંભવીત ત્રીજી લહેર માટે ૫.૫ ટન ઓકસીજનની સુવિધા ઉભી કરાઇ છે. જિલ્લાની સરકારી હોસ્પિટલ, તાજપુરના નારાયણ હોસ્પિટલ, અલહયાત સહિત પીએચસી, સીએચસીમાં ૧૦૧૭ જ્યારે ખાનગી હોસ્પિટલોમાં મળીને ૬૨૫ ઓક્સિજન બેડ છે. એટલે કે ૧૬૪૨ ઓક્સિજન ધરાવતાં બેડ ઉપલબ્ધ છે. આ ઉપરાંત નર્સીગ કોલેજમાં પણ સુવિધાઓની તૈયારી તંત્રએ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *