હિન્દુ સમાજના 492 વર્ષના સંઘર્ષ બાદ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર આકાર લઈ રહ્યું છે ત્યારે હિંદુ ધર્મ ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રીય સ્વાભીમાન ના પ્રતીક સમાન આ મંદિર વાસ્તુ કલા માં પણ અદ્વિતીય હશે આ ભવ્ય મંદિરના નિર્માણ હેતુ આગામી મકરસક્રાંતિ થી માગ પૂર્ણિમા સુધી
સમગ્ર દેશના ૨૮ કરોડ કરતાં વધુ પરિવારોને જોડવાના લક્ષ્ય સાથે એક વ્યાપક નિધિ સમર્પણ અભિયાન ચાલવાનું છે. આ અભિયાનના સંચાલન હેતુ શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ સમર્પણ સમિતિ ખેડબ્રહ્મા જિલ્લા કાર્યાલયનો આજે શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ અભિયાન કાર્યક્રમમાં સ્વામી હિમાંશુ મહારાજ, આચાર્ય ૧૦૦૮ નવલ કિશોર દાસ શાસ્ત્રીજી મહારાજ મનહર દાસજી બાપુ, શાંતિદાસજી મહારાજ, દલપતભારતી ગોસ્વામી, ચેતનભાઈ પટેલ, સુરેશભાઈ સોની, વિક્રમભાઈ વાઘેલા, યુવા ગૃપના પ્રમુખ બ્રિજેશ બારોટ, જીગ્નેશ ભાઈ તથા ખેડબ્રહ્મા હિન્દુ સમાજના ભાઈ બહેનો ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ સમર્પણ સમિતિ ખેડબ્રહ્મા, ખેડબ્રહ્મા તાલુકાના દરેક ગામ માં જઈ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે શ્રી રામ નું ભવ્ય મંદિર આકાર લઈ રહ્યું છે તેનો પ્રચાર-પ્રસાર કરી લોકોને આ સમિતિમાં જોડવાનો પ્રયાસ કરશે
