ખેડબ્રહ્મા
ભાજપના નેતા અરવિંદભાઈ ઠક્કર અને સભ્યોના જણાવ્યાનુસાર આ સભામાં વિપક્ષ દ્વારા પાલિકાના પ્રમુખના માધ્યમથી ચીફ ઓફિસરને આ અંગે પ્રશ્ન પૂછતાં ચીફ ઓફિસરે યોગ્ય જવાબ આપ્યો ન હતો અને આ અંગે હું કોઇ જવાબ આપવા માગતો નથી તેવું જણાવતા વિપક્ષ ભાજપના તમામ દસ સભ્યોએ સૂત્રોચ્ચાર કરીને સામાન્ય સભાનો બહિષ્કાર કરી વોક આઉટ કર્યો હતો. ભાજપના સદસ્યોના આક્ષેપ મુજબ ટેન્ડર અંગે ચીફ ઓફિસર દ્વારા કથિત ર્નિણય વિવાદાસ્પદ હોય તે અંગે આગળ કાર્યવાહી કરવા સૌ વિપક્ષના સભ્યો સાથે રજૂઆત કરવા ર્નિણય કર્યો છે અને તે અંગેની સમગ્ર વિગતવાર માહિતી ખેડબ્રહ્મા ભાજપના સંગઠનને આપી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરાશે. આ અંગે ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટના જણાવ્યાનુસાર તમામ કોન્ટ્રાક્ટરની પ્રિ-ક્વોલિફિકેશન મુજબ ચકાસણી કરાય છે અને ટેન્ડર પ્રક્રિયા ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૬૭ મુજબ કરાય છે.ખેડબ્રહ્મા પાલિકાની સાધારણ સભા ગુરૂવારે પાલિકા હોલમાં મળી હતી. જેમાં ટેન્ડર પ્રક્રિયાને લઈ વિપક્ષના સભ્યોએ વોકઆઉટ કરી વાંધો ઉઠાવ્યો હતો. નગરપાલિકામાં કોંગ્રેસની સત્તા છે જ્યારે ભાજપ વિરોધ પક્ષમાં છે.ગુરૂવાર પાલિકા પ્રમુખ સાગરભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સાધારણ સભા મળી હતી. જેમાં વિવિધ પ્રશ્નોની ચર્ચા દરમિયાન પાલિકામાં વિવિધ કામોના ટેન્ડરો અંગે ચર્ચા થતાં વિપક્ષ ભાજપ દ્વારા ઓનલાઇન ટેન્ડરમાં આવેલા ટેન્ડરો પૈકી એક માત્ર પસંદગીના જ એક જ ટેન્ડર ખોલીને વર્ક ઓર્ડર આપવાનો મુદ્દો ચર્ચાતાં વાતાવરણ તંગ થઈ ગયું હતું.
