Gujarat

ખેડુત દ્વારા ૧૫ વિઘાના ખેતરમાં ઘેટા-બકરા ચરાવી દીધા

મેંદરડા,
મેંદરડાના ખેડૂતે મગફળી ઉપાડી લીધાં પછી મોંધીદાટ મજુરી દેવા છતાં પણ મજુર મળતાં ન હોવાથી ખેતરમાં ઘેટા-બકરાને ચરાવી દીધા.મેંદરડાના ખેડૂત પરસોતમ ભાઈ ભીખુભાઈ ઢેબરીયા એ પોતાના ૧૫ વીઘામાં મગફળીનું વાવેતર કર્યું હતું. મગફળી ઉપાડી લીધાં પછી રૂ.૩૦૦ મજુરી અને આવવા જવાનું રૂ.૨૦ ભાડું અને ૩ ટાઈમ ચા પાણી આપવા છતાં પણ મજુર મળતા ન હતા.મોંઘી મજુરી ખેડૂતને પરવડતી ન હોય અને શિયાળું પિયતના વાવેતર માટે મોડું થતું હોય એટલે મગફળી વીણવાને બદલે ખેતરમાં ખરેલી મગફળી ઘેટાં, બકરાંને ચરવી દીધી હતી. આમ મગફળીના ડોડવા બકરાં વીણી-વીણીને ખાઈ જતાં હોવાથી શિયાળામાં અને ચોમાસામાં અરોડા ઉગતા નથી.મગફળીના ડોડવા બકરાં વિણી-વિણીને ખાઈ જતાં હોવાથી ઓરડા ઉગતાં નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *