કોંગ્રેસે કૃષિ કાયદાઓ પર ખેડૂતોના વિરોધની બાબતના ઉદેશ્યથી સુપ્રીમ કોર્ટની બનાવેલી સમિતિ પર પ્રશ્ન ઉભા કર્યા છે.
પાર્ટીએ પ્રશ્ન કર્યો છે કે, “જે લોકો આ કાળા કાયદાને યોગ્ય ઠેરવી ચૂક્યા છે, તેઓ ખેડૂતો સાથે ન્યાય કેવી રીતે કરશે
બુધવારે પ્રેસ કોન્ફ્રન્સ કરતા પાર્ટીના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ કહ્યું, “કમેટીના જે ચાર સભ્ય છે, તેઓ પહેલાથી જ મોદીજી સાથે ઉભા છે, તેઓ કાળા કાયદાઓ સાથે ઉભા છે. એક સભ્ય તો એટલા સુધી કહી ચૂક્યો છે કે, આ કાયદાઓથી ખેડૂતોને આઝાદી મળશે. એક અન્ય સભ્યએ સરકારને ટેકો આપતા એવું પણ કહ્યું છે કે, તેઓ આ કાયદાના સમર્થનમાં સરકાર સાથે ઉભા છીએ. ખેત અને ખેતીવાડીની મોદી જીની કોશિશ સાથે ઉભા છીએ, તેવામાં કમેટી ખેડૂતો સાથે ન્યાય કેવી રીતે કરશે? અથવા કેવી રીતે કરી શકે છે? અને આનું પરિણામ શું નિકળશે? ”
કોંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે, ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલી રહેલા વિવાદનો ઉકેલ લાવવા માટે જે કમેટી બનાવવામાં આવી, તેમાં સામેલ સભ્ય પહેલા જ સાર્વજનિક રીતે તે નિર્ણય રાખી ચૂક્યા છે, કે “ત્રણ કાળા કાયદાઓ યોગ્ય છે
