Gujarat

ગાંધીનગરમાં LRD ઉમેદવારોનું પ્રદર્શન, 20થી વધુ યુવાનોની અટકાયત

ગાંધીનગર: ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કરતા LRDના 20થી વધુ ઉમેદવારોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. પોલીસે ટિંગાટોળી કરી પ્રદર્શન કરતા યુવાનોની અટકાયત કરી હતી. આ દરમિયાન પોલીસ અને યુવાનો વચ્ચે ઘર્ષણ થયુ હતું. મહત્વપૂર્ણ છે કે LRD પુરૂષ ઉમેદવારો પોતાની માંગોને લઇને છેલ્લા કેટલાક સમયથી પ્રદર્શન કરી રહ્યા છે.

આમ આદમી પાર્ટી (AAP)ના ગુજરાત કન્વીનર ગોપાલ ઇટાલિયા ગાંધીનગરમાં છેલ્લા કેટલાક સમયથી પ્રદર્શન કરતા LRD ઉમેદવારોને મળવા માટે ગયા હતા. જોકે, ગોપાલ ઇટાલિયા સ્થળ પર પહોચ્યા ત્યારે આપના નેતાઓને પ્રદર્શનકારીઓને મળવા દેવાયા નહતા. પોલીસે વિરોધ પ્રદર્શન કરતા LRDના 20થી વધુ ઉમેદવારોની અટકાયત કરી હતી.

LRDની પરીક્ષામાં અન્યાય સાથે થઇ રહ્યુ છે પ્રદર્શન

LRDની ભરતીમાં પુરૂષ ઉમેદવારોને અન્યાય થયો હોવાની માંગ સાથે સોશિયલ મીડિયા પર આંદોલન ચાલી રહ્યુ છે. ઉમેદવારોની માંગ છે કે તેમણે પણ મહિલા ઉમેદવારની જેમ લાભ આપવામાં આવે. પ્રદર્શન કરતા ઉમેદવારો એક જ માંગ કરી રહ્યા છે કે, LRD ભરતીમાં જે રીતે મહિલાઓની જગ્યા વધારવામાં આવી છે તે રીતે પુરૂષ ઉમેદવારોની જગ્યા પણ વધારવામાં આવે. 80 માર્ક્સથી વધુ મેરિટ ધરાવતા પુરૂષ ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવે.

IMG_20210123_165210.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *