ગુજરાત ગાડલીયા લુહાર સમાજ ના હેલ્પલાઈન ગ્રુપ દ્વારા ગાડલીયા લુહાર સમાજ ના માતા પિતા ગુમાવનાર તેમજ જેની આર્થિક પરિસ્થિતિ ના હોય તેવા જરૂરિયાતમંદ બાળકો ને સમગ્ર ગુજરાતભર માં શિક્ષણ હેતુ માટે મદદરૂપ થવા તેમજ તેમની સહ અભ્યાસીક સામગ્રી નું વિતરણ ગુજરાત ગાડલીયા લુહાર સમાજ હેલ્પલાઈન ગ્રુપ દ્વારા કરવામાં આવશે આ શૈક્ષણિક કાર્ય માં હેલ્પલાઈન ગ્રુપ ના પ્રદ્યુમનસિંહ અજાણી (નેતાજી), પાર્થ અજાણી, અજયભાઈ, સાહિલભાઈ તેમજ હેલ્પલાઈન ગ્રૂપના અન્ય કર્તવ્યનિષ્ઠ કાર્યકરો દ્વારા સમગ્ર ગુજરાતમાં વસતા ગાડલીયા લુહાર સમાજ ના જરૂરિયાતમંદ બાળકોને ફૂલસ્કેપ ચોપડા વિતરણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્ય ને સફળ બનાવવા માટે ગાડલીયા લુહાર હેલ્પલાઈન ગ્રૂપના કાર્યકરો દ્વારા જહેમત ઉઠાવી હતી.


