જામનગર તાલુકાના હાપા ખાતેથી જિલ્લા વ્યાપી સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ કરાવતા રાજ્યના કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે લોકોને ઘર આંગણે જ સરકારી સેવાઓ મળી રહે, લોકોને અકારણ જિલ્લા-તાલુકાના ધક્કા ન થાય તેમજ લોકોના સમય તથા પૈસાનો વ્યય ન થાય તે માટે રાજય સરકાર દ્વારા સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં 56 જેટલી સરકારી સેવાઓ લોકોને એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી છે.અને આગામી સમયમાં પણ આ સેવાઓ વધુમાં વધુ લોકોપયોગી બની રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે.ગામડાઓ સુખી અને સમૃદ્ધ બને તેમજ ગ્રામીણ ક્ષેત્રનો સર્વાંગી વિકાસ થાય તે બાબત સરકારના કેન્દ્રમાં છે.કાર્યક્રમમાં મંત્રીશ્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાઓના પ્રમાણપત્રો એનાયત કરાયા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશી ચનીયારા, શ્રી વિનુભાઈ ભંડેરી, જિલ્લા કલેક્ટર શ્રી ડો.સૌરભભાઈ પારધી, પ્રાંત અધિકારી શ્રી બુદાણીયા, સરપંચ શ્રી મહેશભાઈ, આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી બથવાર સહિત બહોળી સંખ્યામાં વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.


