Gujarat

ગામડાના છેવાડાના માણસ સુધી ટેક્નોલોજી થકી શિક્ષણ-આરોગ્ય પણ પહોંચશે

ખેડા
વડાપ્રધાન પણ ઇચ્છે છે કે ટેકનોલોજીના યુગમાં ટેકનોલોજી થકી છેવાડાના માણસ સુધી પહોંચવું અને સરકારની યોજના ઓ ને ને પહોંચાડવી. તે જણાવી સરદાર સ્ટેચ્યુ સુધી પહોંચતી ટ્રેનને નડિયાદ પણ સ્ટોપેજ મળે તે માટે દેવુસિંહ ચૌહાણ તથા વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈ એ રજૂઆત કરી છે. નડિયાદ સરદાર સાહેબ ની જન્મભુમી હોવાથી સરદાર સ્ટેચ્યુ સુધી જવા માટે ખેડા જિલ્લાની પ્રજાને ટ્રેનની સુવિધા પ્રાપ્ત થાય. તે જરૂરી છે. આ કાર્યક્રમમાં પોસ્ટ વિભાગની વિવિધ યોજનાઓ જેમાં સંપૂર્ણ સુકન્યા ગામ, ફાઇસટાર વિલેજ, સિનિયર સિટીઝન વેલ્ફેર ફંડ યોજનાઓના લાભાર્થીઓને મહેમાનોના હસ્તે સન્માનિત કરાયા હતા. ભારત સરકારની પોસ્ટ દ્વારા ચાલતી સંપૂર્ણ સુકન્યા ગ્રામ યોજના અંતર્ગત ગ્રામ્ય કક્ષાએ દસ વર્ષથી નીચેની દીકરીઓના ખાતા પોસ્ટ ઓફિસમાં ખુલે તે માટેની યોજના અંતર્ગત સો ટકા જે ગામોમાં આ યોજના થકી ખાતા ખુલ્યા છે. તે ખંભાત તાલુકાનું કણજર, કઠલાલ નું સરાણી, પેટલાદનું આમોદ, મહુધાનું સખાપુરા, અને સિંહજનું ભરકુંડા ગામોમાં પોસ્ટ ઓફિસોમાં સો ટકા ઘરોમાં ખાતા ખુલી ગયા છે. જ્યારે ફાઇસટાર વિલેજ યોજના અંતર્ગત અંતર્ગત પોસ્ટ ઓફિસ બચત બેંક , સુકન્યા સમૃદ્ધિ ખાતું બચત બેંક સાથે જાેડવામાં આવી છે. જ્યારે વીમા માટે આર પી એલ આઈ, સુજલ સુરક્ષા વીમા યોજના, જીવન જ્યોત યોજના અને ડીજીટલ યોજના યોજના અંતર્ગત માતરના હરિયાણા ગામમાં સો ટકા યોજનાઓ કાર્યરત છે. આ ઉપરાંત પોસ્ટ વિભાગમાં સિનિયર સિટીઝન વેલ્ફેર ફંડ અંતર્ગત વર્ષો પહેલા ખાતા ખોલાયા હોય, તે ખાતેદારનો કોઈ ઇતિહાસ નથી ત્યારે તેમને શોધી તેમના નાણાં તેમના વારસદારોને આપવા પોસ્ટ ખાતુ કાર્યરત છે. પોસ્ટ માસ્ટર જનરલ દક્ષિણ ગુજરાત પ્રદેશ, સુચિત્રા જાેશીએ જણાવ્યું કે આર એમએસ મેલ સર્વિસ શરૂ થતા સમગ્ર ખેડા જિલ્લાની તથા અન્ય ટપાલો નડિયાદ આરએમએસ મા આવશે જે ૫ માધ્યમોમાંથી પસાર થશે, તેમજ ખેડા-આણંદ જિલ્લાની ૪૧ સબ પોસ્ટ ઓફિસ તથા ૧૯૪ બ્રાંચ પોસ્ટ ઓફિસોની ટપાલો, રજીસ્ટર આર.એમ.એસ મા આવશે અને તેનું વર્ગીકરણ કરી છે તે સબ બ્રાન્ચ અને પોસ્ટ બ્રાન્ચને બેગો મોકલવાની તૈયારી કરાશે. કાર્યક્રમમાં વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈ, એસ આર એમ, એમ.ડી.દાણી, ડાયરેક્ટર ઓફ પોસ્ટ, સાઉથ ગુજરાત રિજિયન અનસૂયા પ્રસાદ, પોસ્ટ માસ્ટર જનરલ સચિત્રા જાેશી, હાજર રહ્યા હતા. પોસ્ટ વિભાગના અધિકારીઓ ખેડા જિલ્લાના અગ્રણીઓ, વિવિધ સંસ્થાના અગ્રણીઓ હાજર રહ્યા હતા. તેમજ નડિયાદ રેલવે સ્ટેશન પર મહાત્મા ગાંધીની આ તસવીર સમક્ષ પૂજન કર્યું હતું.ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ રેલવે સ્ટેશન પર આવેલ આર.એમ.એસ પોસ્ટ ઓફિસ બંધ થવાથી, નડિયાદ તેમજ જિલ્લાની પ્રજાને હાલાકી ભોગવવી પડી હતી. પરંતુ તાજેતરમાં કેન્દ્ર સરકારમાં ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે કેન્દ્રીય રાજ્ય સંચાર અને પોસ્ટ વિભાગના મંત્રી તરીકે પદભાર સંભાળતાં જ આમ પ્રજાની પરેશાની ને જાેતા આર.એમ.એસ પોસ્ટ સેવા પુનઃ શરૂ કરતા દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે ,મારા મંત્રી બન્યા પછી તુરત જ આ સેવા શરૂ થાય તે જરૂરી હતું. અને આજે આ સેવા પુનઃ શરૂ કરી રહ્યા છીએ. આર એમ એસ મેલ સર્વિસ ૨૪-સપ્ટેમ્બર ૨૦૧૯ થી બંધ થઈ હતી. જે આજે પુનઃ શરૂ કરી રહ્યા છીએ. ત્યારે સંચાર મંત્રી તરીકે સંચાર વ્યવસ્થા સમગ્ર ભારતમાં, રાજ્યોના ગામડાના છેવાડાના માણસ સુધી નવી ટેકનોલોજીથી કનેક્ટિવિટી પહોંચે અને આ કનેક્ટિવિટી થકી શિક્ષણ અને આરોગ્ય પણ પહોંચશે.તે માટે ટેકનોલોજીના યુગમાં સતત અપગ્રેડ થઈ છેવાડાના માનવી સુધી તમામ સેવાઓ ઉપરાંત સરકારની તમામ યોજનાઓ પહોંચી શકાય તે જરૂરી છે. પોસ્ટ વિભાગ વર્ષોથી ચાલી આવતી સેવા છે. અને તે વિશ્વસનીય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *