પાલનપુર ડોકટર હાઉસમાં આવેલી ઉત્તર ગુજરાતની એક માત્ર આધુનિક બ્લડ બેન્ક દ્વારા ત્રણ દિવસ માટે તમામ દર્દીઓને બ્લડ જમા કરાવ્યા વગર બ્લડ આપવાનો નિર્ણય કરવાનો નીર્ધાર કરવામાં આવ્યો હતો.
કોરોના જેવા કપરા સમયમાં જે પણ રક્તદાતાઓ કોવિડ19 પ્લાઝમા માટે મદદરૂપ થયેલ છે તથા જે પણ ડોક્ટર મિત્રોએ મદદરૂપ થયેલ છે તેમના સન્માન સ્વરૂપમાં ગાયત્રી વોલન્ટરી બ્લડ બેન્ક દ્વારા બે દિવસ માટે આ અતિ સેવાકીય કાર્ય ગોઠવવામાં આવ્યું છે.તથા ગાયત્રી બ્લડ બેંક ના ટ્રસ્ટી મંડળ વિજયભાઈ પટેલ, વસિમભાઈ કુગશિયા, પ્રકાશભાઈ પટેલ અને ડૉ.ભરતભાઈ ચૌધરી દ્વારા નક્કી કર્યું છે આગામી 5 ઓક્ટોબર થી 7 ઓક્ટોબર ત્રણ દિવસ માટે લોહીનો ટેસ્ટિંગ ચાર્જ ફક્ત રૂપિયા 700 રાખવામાં આવશે. અગાઉના સમયમાં પણ ગાયત્રી વોલન્ટરી બ્લડ બેન્ક દ્વારા આવા સેવાકીય કાર્ય કરવામાં આવ્યા હતા.જેવા કે ગાયત્રી બ્લડ બેન્ક દ્વારા થેલેસેમિયા, હીમોફીલિયા, સિકલસેલ, એનેમિયા વગેરે દર્દીને કોઇપણ ચાર્જ લીધા વગર મફત બ્લડ આપેલ છે અને આપવામાં આવે છે.ઉત્તર ગુજરાતમાં એકમાત્ર ગાયત્રી બ્લડ બેન્ક જેમા સિંગલ ડોનર પ્લેટ લેટ ની સુવિધા મળે છે.અને ટ્રસ્ટી મંડળ દ્વારા ખાતરી આપવામાં આવે છે કે આવનાર સમયમાં પણ આવા સેવાકીય કાર્યો તથા લોકોમાં રક્તદાન વિશે જાગૃતિ આવે એવા રક્તના કેમ્પ પણ ગોઠવવામાં આવશે તેવું ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું.