ગિરગઢડા
ભરત ગંગદેવ
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ફિટ ઈન્ડિયા પ્રોગ્રામ હેઠળ સોમનાથ ખાતે રાજ્યકક્ષાના શાળાકીય અંડર-૧૯ ભાઈઓ-બહેનો હોકી સ્પર્ધા યોજાશે. સંભવિત તા.૩૧-૧૨-૨૦૨૧ થી તા.૦૪-૦૧-૨૦૨૨ દરમિયાન યોજાનાર આ સ્પર્ધમાં ભાગ લેવા માટે ગીર સોમનાથ જિલ્લાની શાળાઓએ ૧૫ ડિસેમ્બર સુધીમાં dsogirsomnath17@gmail.com પર ઈ-મેલ પર એન્ટ્રી મોકલી આપવાની રહેશે. તેમજ સંભવિત તારીખ હોય જેમાં ફેરફાર થવાની શક્યતા હોય, જેની નોંધ લેવા જિલ્લા રમત ગમત અધિકારી ગીર-સોમનાથની યાદીમાં જણાવાયુ છે.
|
ReplyReply allForward
|
