Gujarat

ગીર સોમનાથ જિલ્લામાં ચૂંટણી અન્વયે લાઉડ સ્પીકરના ઉપયોગ અને સભા-સરઘસ માટે જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું

રાજ્યના ચૂંટણી પંચ તરફથી તા. ૨૨/૧૧/૨૦૨૧ નાં રોજ પ્રસિધ્ધ કરાયેલ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત ગીર-સોમનાથ જિલ્લામાં તા. ૧૯/૧૨/૨૦૨૧ નાં રોજ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે.

        અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી બી.વી.લીંબાસીયાને મળેલ સત્તાની રૂએ નીચે મુજબના નિયમો જારી કર્યા છે. સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી મેળવ્યા સિવાય જાહેરમા લાઉડ સ્પીકર વગાડી શકાશે નહિ. આવી પરવાનગી નોઈઝ પોલ્યુશન (રેગ્યુલેશન એન્ડ કન્ટોલ) રૂલ્સ-૨૦૦૦ના નિયમ-૦૩ ને અનુરૂપ તથા નામ.સુપ્રિમ કોર્ટ દ્રારા રીટ પીટીશન નં.૭૨/૧૯૯૮ વીથ સીવીલ અપીલ નં.૩૭૩૫/૨૦૦૫મા આપેલ ગાઈડ લાઈન મુજબ આપવાની રહેશે. લાઉડ સ્પીકર વગાડવા સક્ષમ અધિકારીશ્રી તરફથી જે શરતે પરવાનગી અપાયેલ છે તે શરતોનું પાલન કરવાનું રહેશે. લાઉડ સ્પીકર ફક્ત સવારના ૬ કલાકથી રાત્રીના ૧૦ કલાક સુધી જ જાહેર જનતાને ત્રાસ, જોખમ, ભય અથવા નુકશાન ન થાય તે રીતે વગાડવાનું રહેશે. લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી મળેલ હોય તેમ છતા પરવાનગીના સ્થળ નજીક સરકારી કે અર્ધ-સરકારી કચેરીઓ, શૈક્ષણિક કે ધાર્મિક સંસ્થાઓ કે દવાખાના આવેલા હોય તો સદરહુ કચેરીઓ, સંસ્થાઓની કામગીરીમાં કોઈપણ દખલગીરી ન થાય તે રીતે તદન ધીમા અવાજથી વગાડવાના રહેશે.

       સભા-સરધસ અંગેના આદેશો જારી કરી નિચેના નિમયો પાલન કરવા જણાવાયું છે કે, સક્ષમ અધિકારીશ્રીની મંજુરી મળ્યા બાદ જ સભા-સરધસનું આયોજન કરવાનુ રહેશે તથા જે શરતે પરવાનગી અપાયેલ છે તે શરતોનુ પાલન કરવાનુ રહેશે. સભા-સરઘસમા નિચેના કૃત્યો કરવાની મનાઈ ફરમાવવામાં આવે છે. શસ્ત્ર, દંડ, તલવાર, ભાલા, સોટા, બંદુક, ચપ્પુ, લાકડી અથવા લાઠી અથવા શારિરીક હિંસા પહોંચાડવામાં ઉપયોગી થઈ શકે તેવી બીજી કોઈ ચીજો લઈ જવાની. કોઈપણ ક્ષયર્ધમી અથવા સ્ફોટક પદાર્થ લઈ જવાની. પથ્થરો અથવા બીજા શસ્ત્રો અથવા તે શસ્ત્રો ફેંકવાના અથવા નાખવાના યંત્રો અથવા સાધનો લઈ જવાની, એકઠા કરવાની તથા તૈયાર કરવાની. કોઈ સરઘસમાં સળગી અથવા પેટાવેલી મશાલ લઈ જવાની. વ્યક્તિઓ અથવા તેના શબ અથવા આકૃતિઓ અથવા પુતળા દેખાડવાની. લોકોએ બુમ પાડવાની, ગીતો ગાવાની તથા વાધ વગાડવાની.

       ચૂંટણી સભા-સરઘસ-વાર્તાલાપ કે મતદારના વ્યકિગત સંપર્ક દરમ્યાન કોઈને ઉતારી પાડવા, ચારિત્ર્ય ખંડન કરતા પ્રવચન કરવા નહી, ધર્મ, જાતિ, જન્મ સ્થળ, નિવાસ, ભાષા વિગેરેની ભૂમિકા ઉપર જુદાજુદા જનસમૂહ/વર્ગ વચ્ચે વૈમન્ય, તિરસ્કાર, દ્રૈષ વધે તથા જનસંવાહિતની જાળવણીને વિપરીત અસર થાય તેવા પ્રવચન, ચોંકવનાર સમાચારવાળા ઉચ્ચારણ કરવા નહિ કે તેમ કરવા કોઈને પ્રોત્સાહન આપવુ નહિ. જેનાથી સુરૂચિ તથા નિતીનો ભંગ થતો હોય અથવા રાજ્યની સલામતી જોખમાતી હોય તેવા છટાદાર ભાષણ આપવાનું, ચાળા પાડવાનું કે નકલ કરવાના કૃત્ય કરવાની મનાઈ ફરમાવવામાં આવે છે. જેનાથી સુરૂચિ અથવા નીતિનો તથા ચૂંટણીપંચ દ્રારા જાહેર થયેલ આચારસંહિતાનો ભંગ થતો હોય તેવા ચિત્રો, અન્ય જાહેરાકતો, પોસ્ટરો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા વસ્તુઓ તૈયાર કરવાના કૃત્યો કરવાની મનાઈ ફરમાવવામાં આવે છે. આ હુકમ તાત્કાલીક અસરથી ગ્રામ પંચાયતોની ચૂંટણીવાળા વિસ્તારમાં ચૂંટણી પ્રક્રીયા પુર્ણ થાય ત્યા સુધી અમલમાં રહેશે. આ હુકમના ભંગ બદલ શિક્ષાને પાત્ર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *