ગીરગઢડા તાલુકાના દ્રોણ રેવન્યુ વાડી વિસ્તારમાં અચાનક ૧૦ ફુટનો મહાકાય અજગર આવી ચડતા ખેડૂતોમાં અફડા તફડી મચી ગયેલ હતી. વનવિભાગને જાણ કરતા રેસ્ક્યુ ટીમ તાત્કાલીક સ્થળ પર દોડી જઇ અજગરનું રેસ્ક્યુ કરી ગીરજંગલ તરફ મુક્ત કરવામાં આવેલ.
દ્રોણ ગામની રેવન્યુ વિસ્તારમાં ખેતી ધરાવતા સંભુભાઈ દુલાભાઇ દુધાતની વાડીમાં સાંજના સમયે અચાનક મહાકાય અજગર જેની લંબાઇ ૧૦ ફુટ જેટલી હોય વાડી માલીકને અજગર નજરે પડતા વાડી માલીક ગભરાઇ ગયેલા અને આ બાબતની જાણ વનવિભાગને કરતા રાઉન્ડ ફોરેસ્ટર વી આર ચાવડા. ડી પી સરવયા. પી કે દમણીયા. વી ડી જાદવ. રેસક્યુ ટીમ સાધનો સાથે સ્થળ પર દોડી ગયેલા અને મહામુસીબતે ૧૦ ફુટ લંબાઇ ધરાવતા આ અજગરનું રેસ્ક્યુ કરી કોથળામાં પુર દૂર જંગલમાં મુક્ત કરી દેવામાં આવેલ હતો. મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાતા આ વિસ્તારના ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો.


