Gujarat

ગીરગઢડાના સનવાવ વાડી માંથી બિમાર સિંહનું રેશ્ક્યુકરી સારવાર કરાય

ગીરગઢડાના સનવાવ ગામની સીમ વાડી વિસ્તારમાં સિંહ બિમાર હાલતમાં જોવા મળતા ખેડૂતે વનવિભાગને જાણ કરતા વનવિભાગનો સ્ટાફ પહોચી ગયેલ અને બિમાર સિંહનું રેશ્કયુ કરી સારવાર હેઠળ એનિમલકેર સેન્ટર ખાતે ખસેડવામાં આવેલ હતો.

સનવાવ ગામના ખેડૂત હિરજીભાઇ ભીખાભાઇ વડું ની પોતાની માલીકીની વાડી હોય તેમાં મગફળીનું વાવેતર કરેલ પાક ઉભો હોય તેમાં સવારે એક સિંહ બિમાર હાલતમાં જોવા મળતા ખેડૂતે વનવિભાગને જાણ કરી હતી. અને વનવિભાગના વી.આર. ચાવડા, પરમાર, ડોક્ટર મહેતા, રેશ્ક્યુ ટીમ સહીતનો સ્ટાફ તાત્કાલીક સ્થળ પર પહોચી ગયેલ હતો. અને આ સિંહને જોતા બિમાર હાલતમાં ખેતરમાં બેઠો હોય જેની ઉંમર બે વર્ષની હોય બાદમાં મહામુસીબતે રેશ્ક્યુ કરી સિંહ સહી સલામત રીતે પાંજરામાં પુરી અને જશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવવ્યો હતો. અને આ સિંહની તપાસ કરી તબિબે સારવાર કરી હતી.

-માંથી-બિમાર-સિંહનું-રેશ્ક્યુકરી-સારવાર-કરાય-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *