અરવલ્લી જિલ્લા ના મેઘરજ તાલુકા ના અંતરિયાળ વિસ્તારના ગોઢા ગામની 17 વર્ષની પટેલ ત્વિષા નામ ની દીકરી એ ઈસરો માં ઇન્ડિયન સ્પેસ ઓલમ્પિયાડ 2 ક્ષેત્રે ની પરીક્ષા માં સમગ્ર ભારત માં પ્રથમ નંબર આવતા ચંદ્રયાન મિશન 2 માં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો અને ઈસરો દ્વારા યોજવામાં આવતી ટેડ એક્સ ઇવેન્ટ માં જુનિયર સાયન્ટિસ્ટ તરીકે ઇન્ટરનેશનલ લેવલે ચર્ચા વિચારણાઓ કરવા માટે પસંદગી પામતા સમગ્ર ભારત દેશનું ગૌરવ પ્રદાન કરેલ છે
અરવલ્લી જિલ્લામાં આવેલ મેઘરજ તાલુકાના ગોઢા ગામની ત્વિષા પટેલ નામની 17 વર્ષની ઉંમરમાં પોતાના સ્વપ્નો ને સાબિત કરી બતાવ્યા છે. જેમાં વાત કરવામાં આવે તો આ સ્વપ્નો સાર્થક બનાવવા પોતાના મમ્મી પાપા કરતા નાની નાના તેમજ પોતાના મામા મામી ના સહિયોગ થી ત્વિશા નું સ્વપ્ન સાકાર થયું છે તે ગર્વ ની વાત છે કે આટલી નાની ઉંમરમાં ઊંચા મુકામે પોંહચવું પરંતુ કહેવત છેને કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી જેમાં આ દીકરી એ સમગ્ર ભારતમાં જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે જેનાથી પોતાના માતા પિતા તેમજ સમાજ, રાજ્ય અને ભારત દેશનું નામ રોશન કર્યું છે
