Gujarat

ગુજરાત સરકારે જાહેર કર્યા નવરાત્રીના નિયમા

ગાંધીનગર
રાજ્ય સરકાર દ્વારા યોજાતો નવરાત્રી મહોત્સવ પણ આ વર્ષે નહીં યોજાય. તો અમદાવાદના ય્સ્ડ્ઢઝ્ર ગ્રાઉન્ડમાં પણ ગરબાનું આયોજન કરવામાં આવશે નહીં. અમે તમામ લોકોના વિષયની ચર્ચા કરીને આ ર્નિણય કર્યો છે. મને ગુજરાતના સૌ લોકો પર વિશ્વાસ છે કોઈ નિયમ તોડશે જ નહીં. આ નિયમ લોકોની સેફટી માટે છે. નવરાત્રી એ ખૂશી અને માતાની આસ્થાનો તહેવાર છે. આમાં કોઈના પર પગલાં ભરવા પડે તે પ્રકારની પરિસ્થિતિ ઉભી થવાનો સવાલ જ નથી. કોરોનાનું સંક્રમણ ગુજરાતમાં ઓછું થતા રાજ્ય સરકારે શેરી ગરબાને મંજૂરી આપી છે. ત્યારે નવરાત્રીના એક દિવસ પહેલા જ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિયમોને લઇને મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમને લોકોને નવરાત્રીમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાની અપીલ કરી હતી. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, તમામ ડીપાર્ટમેન્ટ સાથે ચર્ચા કરીને એમ કહેવાય છે કે, કોઈ બીમાર હોય અને ચાલી ન શકતા હોય પણ ગરબાની ધૂન શરૂ થાય તો ન ચાલી શકતો માણસ પણ ગરબા રમવા માંડે. કોરોનાના કારણે માનસિક તણાવ લોકોને દૂર થાય તે લોકો શેરી ગરબાનું આયોજન કરી શકે તેવી વ્યવસ્થા માટે પહેલી બેઠકમાં ૪૦૦ લોકોની છૂટ આપવામાં આવી છે. ગુજરાતના અલગ-અગલ વિસ્તારમાંથી લોકોની માગણી આવી હતી. મુખ્યમંત્રી અને સૌ લોકોએ આ બાબતે ચિંતા કરીને બેઠકો બોલાવી હતી. તેમાં ચર્ચા થઇ કે રાજ્યમાં કોમર્શિયલ ગરબાનું આયોજન કરાવી શકાય તેવી પરિસ્થિતિ થઇ નથી. તેથી કોમર્સિયલ ગરબાની છૂટ આપવામાં આવી નથી. સૌ ગુજરાતીઓએ સાથે મળીને આ તહેવારની ઉજવણી કરી શકે એટલા માટે ૧૨ વાગ્યા સુધી કર્ફ્‌યૂની છૂટ આપવામાં આવી છે. આપણે સૌએ સાથે મળીને ગરબાની ઉજવણી કરવાની છે. તમામ યાત્રાધામો છે ત્યાં એક-એક દિવસ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરતા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ લોકો માટે નિયમ એક સરખો જ બનાવવામાં આવ્યો છે. આવનારા સમયમાં બીજા તહેવાર આનાથી વધારે છૂટછાટની સાથે ઉજવી શકીએ તે માટે આ કાયદાનું પાલન કરીને આપણે સૌએ સાથે મળીને કોરોનાની સામે લડતા લડતા ગરબાની ઉજવણી કરી શકીએ તેવું આપને શુભકામના. હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, સોસાયટીઓમાં ગરબા હોય ત્યાં જે લોકોએ વેક્સીન લીધી હોય તે લોકો જ ગરબા લેવા આવે. જે લોકોને વેક્સીન લેવાનું બાકીં હોય તે આ નિયમથી પ્રેરણા લઇને વેક્સીન લે તેવો એક પ્રયાસ પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે એવા પણ મહાનગરો છે કે જ્યાં ૧૦૦% પહેલો વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો છે અને બીજા ડોઝનું કામ ચાલી રહ્યું છે. ગુજરાતના લોકો ખૂબ હોશિયાર છે. ત્યારે પોલીસને કોઈ પણ પ્રકારની અગવડ નહીં પડે. પોલીસ કોઈ પણ નિયમ અનુસાર ગરબા રમતા હશે ત્યાં અગવડ નહીં પાડે તેવી પણ હું ખાતરી આપું છું. આ લડાઈ હજુ પૂર્ણ થઇ નથી. આ લડાઈ હજુ મજબૂતાઈથી લડવાની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *