ગાંધીનગર: રાજ્યના 4 જિલ્લાઓમાં બર્ડ ફ્લૂના (Gujarat Bird Flu) કેસ સામે આવ્યા છે, ત્યારે હવે ગાયો (Bird Flu In Cow) પણ સંક્રમિત થવા લાગી છે. સુરત જિલ્લાના બારડોલી અને વડોદરા જિલ્લાના સાવલમાં અનેક ગાયો બર્ડ ફ્લૂના કારણે મોતને ભેટી છે. આ બન્ને ઠેકાણેથી મોકલવામાં આવેલા સેમ્પલના રિપોર્ટમાં બર્ડ ફ્લૂની પુષ્ટી થઈ છે.
અગાઉ રવિવારે બારડોલમાં મૃત મળી આવેલા કાગડાઓમાં બર્ડ ફ્લૂની (Gujarat Bird Flu) પુષ્ટિ થઈ હતી. સુરતમાં પશુપાલન વિભાગના અધિકારીના જણાવ્યા મુજબ, બારડોલીમાં બે ઠેકાણેથી ગાયોના સેમ્પલ ભોપાલ મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ બર્ડ ફ્લૂ પોઝિટિવ (Bird Flu In Cow) આવ્યો છે.
સુરતમાં બર્ડ ફ્લૂનું (Surat Bird Flu) સંકટ વકરતુ જાય છે. શહેરના સિંગણપોરમાં પાણીની ટાંકી નજીક એક અને રિંગ રોડ પર પાવર હાઉસ નજીક 4 કાગડા મૃત મળી આવ્યા હતા. જો કે આ કાગડાઓમાં બર્ડ ફ્લૂના લક્ષણો નથી મળ્યા. બીજી તરફ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વસંતપુરા ગામમાં 30 કાગડા અચાનક મોતને ભેટ્યા હતા. જેમના સેમ્પલ ભોપાલ મોકલવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
વડોદરામાં બર્ડ ફ્લૂના (Vadodara Bird Flu) કેસ સામે આવતા જિલ્લાના પશુપાલન વિભાગની ટીમ હરકતમાં આવી ગઈ છે અને પોલ્ટ્રી ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. સાવલી તાલુકામાં 25 ગાયો પણ મોતને ભેટી હતી. જેમાં વસંતપુરા ગામની ગાયો (Bird Flu In Cow) સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. (ફાઈલ ફોટો)
