ભરત ગંગદેવ…
ગોંડલ તાલુકાના લીલાખા નામના નાના એવા ગામના વતની અલ્પેશભાઈ ઢોલરીયા સામાન્ય આર્થિક પરિસ્થિતિને કારણે ભાડાથી ટેમ્પો ચલાવતા હતા. આસપાસના ગામડાના ખેડૂતોનો પાક ટેમ્પોમાં ભરીને ગોંડલના માર્કેટીંગ યાર્ડમાં વેંચવા માટે જતા.
ટેમ્પો ડ્રાઇવર તરીકે કામ કરતા અલ્પેશભાઈ એમની કાર્યનિષ્ઠા, સેવા અને સમર્પણના પ્રતાપે આજે સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન બની ગયા. વર્ષે અબજો રૂપિયાનું ટર્નઓવર કરતા માર્કેટીંગ યાર્ડના અત્યાર સુધીના સૌથી નાની ઉંમરના ચેરમેન બનવાનો રેકર્ડ પણ કદાચ આ વ્યક્તિના નામે જ નોંધાશે.
મિત્રો જીવનમાં કોઈ કામ સામાન્ય નથી. આપણને મળેલું કામ નિષ્ઠાપૂર્વક કરીને આગળ વધવાનો પ્રયાસ કરતા રહીએ તો આપણા સપનાઓને સાકાર કરવા માટે પરમાત્મા પણ સહાય કરતા હોય છે.
અલ્પેશભાઈ ને ગિરગઢડા પાટીદાર સમાજ ના યુવા આગેવાન અભિનંદન.પાઠવે છે
Attachments area


