ગોડલ
ભારે વરસાદના કારમે બ્રીજ તૂટી જતા છ ગામના લોકોને ૩૬ કિમીનો ધક્કો થાય છે. સ્ટેટ હાઈવે હોવાથી ગોંડલ તથા રાજકોટ સહિતના અનેક એવા વિસ્તારો આ રસ્તા સાથે જાેડાયેલા છે. એસટી રૂટ પણ આ હોવાનું સ્થાનિકો જણાવે છે. બ્રીજ અને રસ્તાઓ તૂટી ગયા હોવાથી વાહનચાલકોને બીજા રસ્તેથી ઘરે પહોંચવાનો વારો આવ્યો છે. જ્યારે જામકંડોરણા અને ગોંડલ વચ્ચેનો આ રૂટ પરનો વાહનવ્યવહાર પણ અટકી ગયો છે. ગ્રામ્ય વિસ્તારના લોકોને સરકારી કામે રાજકોટ જવાનું હોય તો મોટ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પણ આ બ્રીજ બંધ હોવાથી ખૂબ ફરવું પડે છે. બ્રીજ શરૂ થાય એ પહેલા જ પોલીસ બંદોબસ્ત મૂકી વચ્ચે લાકડા રાખીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.સૌરાષ્ટ્રમાં વરસાદે વિરામ લીધો છે. મોટા શહેરમાં તડકો નીકળતા લોકોએ હાશકારો મળવ્યો છે. પણ ગ્રામ્ય પંથકને જાેડતા બ્રીજ અને હાઈવેની સ્થિતિ અતિ ખરાબ છે. વરસાદે વિરામ લીધો હોવા છતાં પણ એમાં કોઈ પ્રકારે સુધારો આવ્યો નથી. જેથી વાહનવ્યવહાર ફરી શરૂ થઈ શકે. આવી જ સ્થિતિ જાેવા મળી છે. રાજકોટ પાસે આવેલા ગોંડલ જામકંડોરણા વચ્ચે આવેલા બ્રીજની. જ્યાં ૭૦ કલાક પછી પણ લોકોની પ્રાથમિક મુશ્કેલીઓ યથાવત રહી છે. રસ્તા પર ખાડા પડી ગયા છે, કાદવ કીચડને કારણે વાહનચાલકો પરેશાન છે. તો ક્યાંક રસ્તા તૂટી જવાથી વાહનવ્યવહાર ખોરવાયો છે. વરસાદ અટકી ગયો છે પણ લોકોની મુશ્કેલી હજુ સુધી થંભી નથી. જામકંડોરણા તાલુકાના લોકો વરસાદ બાદ થયેલી તારાજીથી પરેશાન છે. સ્ટેટ હાઈવે ગણાતો ગોંડલ જામકંડોરણા હાઈવે અનેક જગ્યાએથી તૂટી ગયો છે. ખાસ તો વચ્ચે આવેલો બ્રીજ તૂટી જવાને કારણે સ્થાનિકો પરેશાન થયા છે. તાલુકા મથક ગણાતા જામકંડોરણાથી માત્ર છ કિમી દૂર આવેલો બ્રીજ બંને છેડેથી તૂટી ગયો હોવાથી વાહનવ્યવહાર અટક્યો છે. જેના કારણે લોકોને ૩૬ કિમી સુધી ફરવું પડે એમ છે. ફોફળ નદી પર આવેલો બ્રીજ છેલ્લા પંદર દિવસમાં બે વખત પડી ભાંગ્યો છે. થોડા સમય પહેલા સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને કારણે આ પૂલ તૂટી જતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. એ પછી સ્થાનિક આગેવાનોએ મહામહેનતથી માટી તથા રેતી નાંખીને બ્રીજ શરૂ કર્યો હતો. પણ છેલ્લા અઠવાડિયામાં પડેલા સતત વરસાદને કારણે આ બ્રીજ ફરી ધોવાઈ ગયો છે. આ ઉપરાંત બંને છેડેથી ભાંગી પડ્યો છે. જેના કારણે ધોરીધાર, રંગપર, સાજડીયાળી સહિતના અનેક ગ્રામ્ય પંથકના લોકોને પરેશાની વેઠવી પડી રહી છે. તંત્ર સમક્ષ પણ આ બ્રીજ ઊભો કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. પણ હજું સુધી કોઈ ઠેકાણા નથી. એટલું જ નહીં કોઈ સર્વે માટે પણ આવ્યું નથી.
