Gujarat

ગ્રામ પંચાયત ચુંટણી સંગ્રામ : જેતપુર તાલુકામાં ગ્રામ પંચાયતના સરપંચ માટે અધધ ૧૭૭ અને સભ્ય માટે ૯૬૫ ફોર્મ ભરાયા… ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી કચેરીઓમાં ભારે ચહલ પહલ રહી.

વિક્રમસિંહ ચુડાસમા જેતપુર

જેતપુર તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને ધ્યાને લઇ રાજકીય ગરમાવો વ્યાપી જવા પામ્યો છે ત્યારે તાલુકાના ૪૭ સહિત ૧ ગ્રામ પંચાયતની ચૂંટણી પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેને લઇ તમામ રાજકીય પક્ષોએ પોતાના સમર્થક સરપંચ અને સભ્યો ચૂંટાય માટે પ્રયાસ હાથ ધરી દીધા છે.

આગામી ૧૯ ડિસેમ્બરના રોજ યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીને લઇ ફોર્મ ભરવામાં આવી રહ્યા હતા. જેમાં આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો ત્યારે છેલ્લા દિવસોમાં ફોર્મ ભરવાને લઇ ભારે ધસારો જોવા મળી રહ્યો છે. જેતપુર તાલુકાના ૪૭ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે.જ્યારે એક ગ્રામ પંચાયતની ૩ વોર્ડની ચૂંટણી યોજવા જઈ રહી છે.ત્યારે આજે છેલ્લો દિવસ હોવાથી.ઉમેદવારોનો ઘસારો જોવા મળ્યો હતો.
જેતપુર તાલુકાના કુલ ૪૮ ગામોમાંથી ૪૭ ગ્રામ પંચાયતોના સરપંચો માટે કુલ ૧૭૭ ફોર્મ ભરાયા છે જ્યારે ગ્રામ પંચાયતના સભ્ય માટે કુલ ૯૬૫ ફોર્મ ભરાયા છે. જ્યારે થાના ગાલોળ ગ્રામ પંચાયતની ત્રણ વોર્ડની પેટા ચૂંટણી માટે ૨ સભ્યોના ફોર્મ ભરાયા છે.
ઉલ્લેખનીય છે કે આજે જેતપુર વિવિધ કચેરીઓ ખાતે ફોર્મ ભરવામાં ધસારો જોવા મળ્યો હતો.હવે જોવાનું એ રહ્યું કે ૬ ડિસેમ્બરના રોજ ઉમેદવારી ચકાચણી બાદ ૭ ડિસેમ્બરના રોજ કુલ કેટલા ઉમેદવારો ગ્રામપંચાયતની ચૂંટણી માટે મેદાનમાં છે તે ચિત્ર સ્પષ્ટ થશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *