Gujarat

ગ્રામ પંચાયતની ચુંટણીને લઈને રાણપુર તાલુકામાં પોલીસ દ્રારા ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ..

રાણપુર શહેરમાં તથા અણીયાળી,નાનીવાવડી,અલમપુર,ઉમરાળા,કુંડલી,અળવ સહીતના ગામોમાં પોલીસ દ્રારા ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ..
આગામી ૧૯ ડીસેમ્બરના રોજ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાનાર છે.જે ચુંટણી શાંતિપુર્ણ વાતાવરણ વચ્ચે યોજાઈ તે માટે ભાવનગર રેન્જ આઈ.જી.અશોકકુમાર યાદવ તથા બોટાદ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સુચના તથા બોટાદ જીલ્લા ડી.વાય.એસ.પી.રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ રાણપુર શહેર  સહીત રાણપુર તાલુકામાં પોલીસ દ્રારા ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ.જેમાં પી.આઈ-જે.વી.ચૌધરી તથા રાણપુર પોલીસ સ્ટેનશનના પી.એસ.આઈ-જી.ડી.કાલીયા તથા એમ.આર.પરમાર તથા પોલીસ સ્ટાફ દ્રારા રાણપુર શહેરમાં તથા રાણપુર તાલુકાના અણીયાળી,નાનીવાવડી,અલમપુર,ઉમરાળા,કુંડલી,અળવ સહીતના ગામોમાં પોલીસ દ્રારા ફુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યુ.ગ્રામ પંચાયતની ચુંટણી ને લઈને રાણપુર તાલુકામાં કોઈ અનિચ્છીનીય બનાવ નો બને અને શાંતિપુર્ણ માહોલ વચ્ચે રાણપુર તાલુકામાં ચુંટણી યોજાઈ તે માટે પોલીસ તંત્ર એક્શન મોડ માં આવ્યુ છે…
તસવીર-વિપુલ લુહાર,રાણપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *