Gujarat

ચુંટણી બાદ નખત્રાણાની શાળામાં ગંદકી જાેવા મળી

ભુજ
નખત્રાણા તાલુકાની કુલ ૫૧ ગ્રામ પંચયતની ચૂંટણી બાદ નગરની કુ. ટી. ડી. વેલાણી હાઈસ્કૂલ ખાતે યોજાયેલી મતગણતરી પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોના સમર્થકો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં એકઠી થયેલી ભીડે પ્રાથમિક કન્યા શાળા સંકુલની દીવાલો અને સંકુલમાં પાન-ગુટકા ખાઈને પિચકારીઓ મારી બગાડી દીધા હતા. ઉપરાંત ચારે તરફ પ્લાસ્ટીકની ખાલી બોટલ અને નમકીનના પેકેટ પણ જાેવા મળ્યા હતા, જેના કારણે વ્યાપક ગંદકી ફેલાઈ જવા પામી હતી. વિદ્યામંદિરમાં આ પ્રકારની ગંદકી શાળાના શિક્ષકોને સાફ કરવી પડી હતી. આ તમામ પરિસ્થિતિનો ચિતાર આપતો વીડિયો જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયામાં વહેતો કરાયો હતો.જિલ્લામાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે મતદાન અને મતગણતરી મથક બહાર એકઠી થયેલી ભીડ દ્વારા ફેલાવેલી ગંદકીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જેના કારણે શિક્ષિત નાગરિકોમાં કચવાટ ફેલાયો છે. આ પ્રકારની ગંદકી નખત્રાણા પ્રાથમિક કન્યા શાળા સંકુલ બહાર જાેવા મળી રહી છે. જેનો એક વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થવા પામ્યો છે, જેમાં સંકુલમાં ચોતરફ ગંદકી નજરે પડી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *