Gujarat

ચુંવાળ ડાંગરવાની કેનાલમાં પ્રેમીપંખીડાની લાશ મળી

રામપુરા-ભંકોડા
મોડી સાંજ સુધી ઘરે પરત નહી આવતા પરિજનો દ્વારા તપાસ કરાઈ હતી. પાડોશીને ત્યાં યુવકના ફોન આવતા યુવકની માતાએ યુવક સાથે વાત કરી હતી. યુવકે તેની માતાને કહ્યું હતું કે નજીકના ઈન્દ્રાડ ગામે ગરબા જાેવા જાઉં છું ત્યાંથી વહેલી સવારે કડી નોકરી પર જતો રહીશ. ૨૭મી ઓક્ટોબરે સવારે યુવકના પિતાએ યુવકને ફોન કર્યો હતો પરંતુ યુવક દ્વારા ફોન ઉપાડવામાં આવ્યો ન હતો. યુવકના પિતાને કૌટુંબિક ભત્રીજા દ્વારા જાણવા મળેલ કે ગામની યુવતી અને યુવક બંને જણા ભાગી ગયા છે. તે દરમિયાન યુવતીના પિતા આવી પહોંચ્યા હતા. યુવકના પિતાને યુવતી ઘરેથી ભાગી ગયેલ હોવાનું જણાવી બંનેની તપાસ કરી મારી દીકરી મને પાછી આપી દો તેવું યુવકના પિતાને કહ્યું હતું. આ બાબતે યુવતીના પિતા બાવલુ પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરવા ગયા હતા. તે દરમિયાન નાની કડી કેનાલ પાસે યુવકનું મોટરસાયકલ, મોબાઈલ, અને બુટ પડ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી યુવકના પિતાએ પુત્ર ગૂમ થયો હોવાની બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. યુવકના પિતા દ્વારા શોધખોળ ચાલુ કરતા જાણવા મળ્યું હતું કે ચૂવાળ ડાંગરવા ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની કેનાલમાં એક છોકરો- છોકરીની લાશ તરી રહી છે જેથી દેત્રોજ પોલીસે ઘટના સ્થળે આવી હતી. પ્રેમી પંખીડાની લાશ બહાર કાઢી હતી. યુવકના પિતાએ પોતાનો પુત્ર અને ગામની યુવતી હોવાનું જાહેર કર્યું હતું. બન્ને વચ્ચે પ્રેમ સંબંધના કારણે મોત વહાલું કર્યુ છે. તે સિવાય બીજાે કોઈ શક કે વહેમ નહીં હોવાનું યુવકના પિતાએ પોલીસ સ્ટેશનમાં જણાવ્યું છે. દેત્રોજ પોલીસની ટીમે બંનેની લાશને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.ચુંવાળ ડાંગરવા ગામ પાસેથી નર્મદાની મુખ્ય કેનાલના પાણીમાં પ્રેમી પંખીડા ની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. બનાવની જાણ થતાં દેત્રોજ પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. યુવતીની લાશ ને બહાર કાઢી હતી. પ્રેમી પંખીડા ગામ સેદરડી તાલુકો કડી ના હોવાનું જાહેર થયું હતું. પ્રેમ સંબંધની બીકમાં કેનાલમાં ઝંપલાવી પ્રેમીપંખીડાએ મોત વહાલુ કર્યું હોવાનું મરનાર યુવકના પિતાએ દેત્રોજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે. કડી તાલુકાના સેદરડી ગામે પરિવાર સાથે રહેતો યુવાન તારીખ ૨૬ મી ઓક્ટોબરના રોજ સવારે ઘરેથી નોકરી માટે કડી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *