આ કાર્યક્રમમાં ખેતીવાડી સાહેબ મુખ્ય મહેમાનો નું સ્વાગત પ્રવચન કર્યું હતું, ત્યારબાદ આ કાર્યક્રમના મુખ્ય મહેમાન છોટાઉદેપુર ભાજપા સાંસદ સભ્ય ગીતાબેન રાઠવા તેમજ છોટાઉદેપુર ભાજપના જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ હતા, અને ત્યારબાદ દીપપ્રાગતિ કરવામાં આવી હતી, અને ત્યારબાદ મુખ્ય મહેમાનોને ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યા હતા, અને ત્યારબાદ છોટાઉદેપુર અંતરિયાળ અને આદિવાસી વિસ્તારના એક ખેડૂતે પ્રવચન આપ્યું હતું, અને ત્યાર બાદ ભાજપા સંખેડા ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી એ પ્રવચન આપેલું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખેડૂતોની બહુ ચિંતા કરે છે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા ખાતામાં નાખે છે એ કામ સરકાર કરે છે ત્યારબાદ છોટાઉદેપુર ભાજપના જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ એ પ્રવચન આપેલું કે વિવિધ યોજનાઓ લાભ આપણા સુધી પહોંચાડે છે એ કામ સરકાર કરે છે, નવી નવી યોજનાનો લાભ આ સરકાર આપણા સુધી પહોંચાડે છે ત્યારબાદ મુખ્ય મહેમાન સાંસદ સભ્ય ગીતાબેનરાઠવા પ્રવચન આપ્યું કે કેન્દ્ર અને ગુજરાત સરકાર ખેડૂતોની ચિંતા કરે છે તમામ ખેડૂતોને લાભ મળે તે અંગે પ્રયત્ન કરે છે એ કામ ભાજપા સરકાર કરે છે, ખેડૂતોના લક્ષણો ઘણા બધા ફાયદાઓનો પ્રવચન આપેલું ત્યારબાદ લાભાર્થીને લાભ આપવામાં આવ્યો હતો, ત્યારબાદ આ કાર્યક્રમમાં ઉપસ્થિત સંખેડા ભાજપા ધારાસભ્ય અભેસિંહભાઈ તડવી, તેમજ છોટાઉદેપુર DDO ગંગા સિંહ તેમજ છોટાઉદેપુર નિવાસી કલેકટર તેમજ છોટાઉદેપુર ભાજપા જીલ્લા મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવા તેમજ છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઇ રાઠવા તેમજ આદિજાતિ નિગમના ડીરેકટર જશુ ભાઈ રાઠવા તેમજ છોટાઉદેપુર ભાજપા મહિલા મોરચા પ્રમુખ સજ્જન બેન રાજપુત તેમજ પ્રદેશ આમંત્રિત મહિલા મોરચાના સભ્ય લીલાબેન રાઠવા તેમજ ઝોઝ જિલ્લા પંચાયત સદસ્ય શર્મીલાબેન રાઠવા તેમજ અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, તેમજ છોટાઉદેપુર જિલ્લાના આજુબાજુ ગામડા ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા,
બાઈટ,૧ સાંસદ સભ્ય ગીતાબેન રાઠવા,
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


