Gujarat

છોટાઉદેપુર જિલ્લા કલેકટર ની અધ્યક્ષતા માં રાષ્ટ્રીય અંધજન મંડળની જિલ્લા શાખા નું શુભારંભ

દિવાળી સ્નેહમિલન તેમજ દિવ્યાંગ વિધાર્થીઓને શિલ્ડ અને સેન્સર સ્ટીક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો, છોટાઉદેપુર ચારભુજા સેવા ટ્રસ્ટ, મહેશ્વરી મહિલા મંડળ અને મહેશ્વરી સમાજ ના ના સંયુક્ત ઉપક્રમે આજનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જીલ્લા કલેકટરના વરદ હસ્તે દિવ્યાગ બાળકોને સેન્સર સ્ટીક વિતરણ કરવામાં આવી હતી, તેમજ છોટાઉદેપુર ના વિકલાંગ વિધાર્થીઓ માટે આ વર્ષ જૂન થી રહેવા તથા જમવાની વ્યવસ્થા નિઃશુલ્ક કરવામાં આવશે, વૈકલ્પિક વ્યવસ્થા અંતર્ગત રહેવા તેમજ જમવાની સુવિધા આપવામાં આવશે જેના માટે બિલડીગ પણ સુપ્રત કરવામાં આવી છે, આ સુવિધા જ્યાં સુધી કાયમી વ્યવસ્થા નહિ થાય ત્યાં સુધી આપવામાં આવશે તેમ ચારભુજા સેવા ટ્રસ્ટના અશોકભાઈ અજમેરા હે જણાવેલ હતું રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *