છોટાઉદેપુર શહેર ભાજપ લઘુમતી મોરચા દ્વારા એકતા ઓપન ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યો હતો, જેમાં ૧૬ ટીમો એ ભાગ લીધો હતો, જેની આજ રોજ બપોરના ફાઇનલ મેચ વડોદરા અને રાજપીપલાની ટીમ વચ્ચે યોજાઇ હતી, જેમાં વડોદરાની ટીમ વિજેતા થઇ હતી,
આ પ્રસંગે વિજેતા ટીમને પચાસ હજાર અને રનર્સ અપ ટીમને અગિયાર હજાર રૂપિયા જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલના હસ્તે આપવામાં આવ્યું હતુ,
આજની ફાઇનલ મેચ મા શહેર ભાજપ પ્રમુખ ભુપેન્દ્રભાઈ ધોભી, મુકેશભાઈ પટેલ, પૂર્વ મંત્રી મહિલા મોરચાના પ્રદેશ ઉર્મિલાબેન વસાવા તેમજ ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી મુસ્તુફા ચૌહાણ તેમજ છોટાઉદેપુર શહેર લઘુમતી મોરચા પ્રમુખ ઈર્શાદ ભાઇ ખાલ્પા લઘુમતી જીલ્લા ઉપપ્રમુખ જાવેદ ભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા,,
રેપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

