Gujarat

છોટાઉદેપુર વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત કેવડી મુકામે સાંસદ ગીતાબેન રાઠવા ની અધ્યક્ષતામાં કાર્યક્રમ નું આયોજન કરાયું હતું.

વન્ય પ્રાણી ઓ ના સંરક્ષણ ના હેતુ થી બીજી ઓક્ટોબરથી 08 ઓક્ટોબર સુધી રાજ્ય સરકાર દ્વારા ઉજવાતા વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણી ના ભાગ રૂપે છોટાઉદેપુર જિલ્લાના કેવડી ખાતે જિલ્લા કક્ષા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં છોટાઉદેપુર ના સાંસદ ગીતાબેન રાઠવા હાજર રહ્યા હતાં. કેવડી અને તેના આસપાસના જંગલ વિસ્તારોમાં વન્ય પ્રાણી લુપ્ત થતી ઊડતી ખિસકોલી સહિત રીંછ, દીપડા, અને અન્ય પ્રાણીઓ નો વસવાટ છે તેવામાં લોકોમાં જાગૃતિ આવે અને વન્ય પ્રાણીઓ નું સંરક્ષણ થાય તે માટે વન વિભાગ દ્વારા કાર્યક્રમ નું આયોજન કરાયું હતું. સાંસદ ગીતાબેન રાઠવા, નાયબ વન સંરક્ષક એચ.એસ.પટેલ, આદિજાતિ વિભાગના ચેરમેન જશુભાઈ રાઠવા એ વન્ય પ્રાણીઓ નું જીવનમાં મહત્વ અંગે વિશેષ માહિતી આપી હતી. કાર્યક્રમમાં વન્ય પ્રાણીઓ ના રેસ્ક્યુ કરતી સંસ્થાઓ અને યુવાનોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતાં

20211007_164021.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *