વાંકાનેર
જામનગર જિલ્લાના જાેડિયા તાલુકાના કુનડ ગામમાં હેમાલી રામજીભાઈ નકુમે નેપાળ ખાતે યોજાયેલ એસોસિયન ફોર ટ્રેડિશનલ યુથ ગેમ્સ એન્ડ સ્પોર્ટ્સ માં આંતર રાષ્ટ્રીય કક્ષાએ કોચ કર્યા વગર જ ભારતનું પ્રતિનિધિત્વ કરી લોંગ જમ્પ માં ૫.૫ મીટરમાં જમ્પ લગાવી અને પ્રથમ સ્થાન મેળવી જાેડિયા તાલુકાનું અને જામનગર જિલ્લાનું ગૌરવ વધારેલ છે. હેમાલી નકુમે આ ગોલ્ડ મેળવી કુનડ ગામનું ગૌરવ વધારતા કૂનડ ગામમાં હેમાલી નકુમનું ભવ્યતાથી ભવ્ય સન્માન કાર્યક્રમ પટેલ સમાજની વાડીમાં યોજાયેલ હેમાલી નકુમને ખુલી જીપ માં બેસાડી શ્રી કૂનડિયા હનુમાનજી મંદિર ખાતેથી ગામ માં ફેરવેલ અને આ કાર્યકમમાં કુનડના દરેક સમાજના આગેવાનો, ગ્રામજનો, સરપંચ, સતવારા સમાજ, પટેલ સમાજ તેમજ શ્રી કૂનડિયા હનુમાનજી મંદિર ના મહંત શ્રી અવધેશબાપુ તેમજ નગરજનો ઉપસ્થિત રહયા હતા. શ્રી પટેલ સમાજની વાડી ખાતે હેમાલી નકુમને સહુએ બુકે આપી અસંખ્ય ફુલહારો પહેરાવી બધાએ સન્માન કરેલ હતું અને કુનડીયા હનુમાનજી મંદિરના મહંતશ્રી એ તેમજ તેમના માતા કસ્તુરબેને આશીર્વાદ આપેલ હતા
