Gujarat

જામીઆ ફૈઝાને અહમદીમાં ઈદે મિલાદુન્નબીના ઉજવણીના ભાગરૂપે એક શાનદાર જલસાનું આયોજન કરાયું

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
તારીખ ૦૭ નવેમ્બર ૨૦૨૧ અને રવિવારે નાપાડ-વાંટા,આણંદ ખાતે જામીઆ ફૈઝાને અહમદીમાં ઈદે મિલાદુન્નબીના ઉજવણીના ભાગરૂપે એક શાનદાર જલસાનું આયોજન કરવામાં આવ્યું.પીરે તરીકત હઝરત હામીદબાપુ કાદરી સાહેબના માર્ગદર્શન અને દુવાઓ સાથે આયોજિત કાર્યક્રમમાં આખા ગુજરાતના ખુણે ખુણેથી સાદાતે ગિરામી તથા ધાર્મિક અને સામાજિક આગેવાનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં પયગંબર સાહેબને અનુલક્ષીને તમામ નાતે પાક,તેમની જીવન સારણી તથા પયગંબર સાહેબના અખ્લાક (મેનર્સ) ઉપર જામીઆ ના બાળકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યુ હતું. જામીઆમાં ભણતા ધોરણ ૬ તથા ધોરણ ૭ ના બાળકોએ આ કાર્યક્રમમાં ઉત્સાહ પૂર્વક ભાગ લઈ તમામ પાસાને ધ્યાનમાં રાખી કાર્યક્રમની શાન જાળવી હતી. જામીઆ ફૈઝાને અહમદીની સ્થાપના નો મૂળ હેતુ બાળકોમાં શ્રેષ્ઠ સંસ્કારોનું સિંચન તથા શ્રેષ્ઠ નાગરિકનું સર્જન છે, જે ભવિષ્યમાં સમાજ તથા દેશ માટે પોતાના જ્ઞાન તથા ઉચ્ચ સંસ્કારો દ્વારા સેવામય જીવન વ્યતિત કરે.આ કાર્યક્રમમાં સંસ્થાના સુપ્રિન્ટેન્ડેન્ટ જનાબ યાસીનબાપુ સૈયદ સાહેબે સંસ્થાની પ્રવૃતિ ઉપર પ્રકાશ ફેકતા કહયું કે કાચી ઉંમરે બાળકોને તમામ વ્યસન તથા દુનિયાવી ખરાબીથી દુર રાખી, સમાજ તથા દેશ માટે પ્રતિબધ્ધ રેહવા તાલીમ આપીએ તો શ્રેષ્ઠ નાગરિકનું સર્જન થાય. આજ આશય ઉપર જામીઆ ફૈઝાને અહમદી કાર્યરત છે.જામીઆ ફૈઝાને અહમદીના સંસ્થાપક પીરે તરીકત જનાબ હામીદબાપુ કાદરી સાહેબે પોતાના પ્રેસ વકતવ્યમાં જણાવ્યું કે દીની અને દુનિયાવી શિક્ષણના સંતુલિત અભ્યાસ થી બાળકો પોતાનું અલગ જ દ્રષ્ટિકોણ મેળવે છે.પછી તે ધાર્મિક થાય છે પણ ધર્માંધ થતા બચે છે.સમગ્ર કાર્યક્રમનું સંચાલન મૌલાના રફીકે બહુ જ સુંદર રીતે કર્યું હતું
.આ કાર્યક્રમને સફળ બનાવવામાં જામીઆ ફૈઝાને અહમદીના તમામ સ્ટાફ મેમ્બર્સ,ટ્રસ્ટી મંડળ તથા હિતેચ્છુઓ એ તનતોડ મેહનત કરી હતી.આ કાર્યક્રમમાં એચ.એચ.બાવા હાઈસ્કુલ સંચાલક મંડળ, સંકલ્પ ટ્રસ્ટ તથા સરોવર એજ્યુકેશન સોસાયટીનો સતત સાથ અને સહકાર રહયો હતો.

IMG-20211107-WA0059.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *