Gujarat

-જિલ્લા કક્ષાની પર્યાવરણ તાલીમમાં તાલીમાર્થી શિક્ષકોને તુલસી છોડ અને તુલસી પુસ્તિકાનું વિતરણ

  જિલ્લા  શિક્ષણ અને તાલીમ ભવન-કઠલાલ દ્વારા  ધો.પ પર્યાવરણ માસ્ટર ટ્રેનર્સ તાલીમ મહેમદાવાદ તાલુકાની અંબિકાનગર પ્રાથમિક શાળામાં યોજાઈ ગઈ.જેમાં ખેડા જિલ્લાના  ૧૦ તાવુકાના પસંદગી પાત્ર
૮૦ શિક્ષકો હાજર રહ્યા.આ તમામ શિક્ષકોને  નડિયાદ તાલુકાની વાલ્લા પ્રાથમિક શાળાના ગાંધીવાદી શિક્ષક હિતેશકુમાર બ્રહ્મભટ્ટે ૮૦ તુલસીના છોડ અને ૮૦ “ઘર ઘર તુલસી-ગુણકારી  તુલસી ” નામની પુસ્તિકાઓનું વિતરણ કર્યું હતું…તથા તમામને તાલીમ કન્વીનર ડો.ભરતભાઇ અગ્રવાલના હસ્તે વિવિધ વનસ્પતિના બીજબોલનું પણ વિતરણ કરાયું હતું……સંસ્કૃતિ અને શિક્ષણના આ પ્રેરક નવતર પ્રયોગમાં તાલીમ ભવનના ડૉ.ભરતભાઇ અગ્રવાલ, મહેમદાવાદના બીઆરસી દિપકભાઇ સુથાર,પ્રજ્ઞા બીઆરપી અરવિંદભાઈ ચૌહાણ,તેજશભાઈ શાહ,જગદીશભાઈ ચમાર, જૈનિલભાઈ પટેલ,નિલેશકુમાર બ્રહ્મભટ્ટ અને હિતેશકુમાર બ્રહ્મભટ્ટ ખાસ ઉપસ્થિત  રહ્યા હતા…આ પ્રેરક પ્રવૃતિની સફળતા માટે તેજસભાઇ શાહ અને સાથી શિક્ષક મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી

IMG-20211006-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *