Gujarat

જિલ્લા કક્ષાની યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શિબિર યોજાશે.

મકસુદ કારીગર.ખેડા-કઠલાલ
યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજીત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારી, નડીઆદ દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શિબિર માહે- ડિસેમ્બર ૨૦૨૧ દરમ્યાન યોજાનાર છે. આ શિબિરમાં ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓ ભાગ લઈ શકશે. આ શિબિરમાં શિબિરાર્થીઓના વ્યક્તિત્વ વિકાસ માટે રચનાની કાર્ય પધ્ધતિ, નેતૃત્વ શક્તિ, કારકીર્દિ માર્ગદર્ધન, તેમજ યુવક યુવતીઓની શક્તિઓને રચનાત્મક માર્ગે વાળવા અંગે તજજ્ઞો દ્વારા વિવિધ સમજ તેમજ માર્ગદર્શન આપવામાં આવશે. જ્યારે શિબિરાર્થીના શારીરિક-માનસિક તેમજ આધ્યાત્મક વિકાસ માટે યોગ શિક્ષક દ્વારા વિવિધ પ્રકારના આસનોના પ્રત્યેક જ્ઞાન દ્વારા સમજ આપવામાં આવશે. આ શિબિરમાં જોડાવા ઈચ્છતા યુવક-યુવતીઓએ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, મરીડા ભાગોળ, નડીઆદ ખાતેથી નિયત નમુનાનું ફોર્મ મેળવી તા. ૧૮/૧૨/૨૦૨૧ સુધીમાં ફોર્મ પરત મોકલી આપવાનું રહેશે. વધુ માહિતી માટે પ્રાંત યુવા વિકાસ અધિકારી – ૯૭૨૨૨૧૯૭૭૨ ના નંબર પર સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારી, ખેડા (નડીઆદ) ની યાદિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *