જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ જે હંમેશા પોતાના વિવાદાસ્પદ નિર્ણયો માટે ચર્ચામાં રહી છે તેણે વધુ એક પરાક્રમ કરીને પોતાની આ સિદ્ધિ જાળવી રાખી છે જેમાં કેન્ટીન પાસે ગેઈટ બંધ કરી દીવાલ બનાવ્યા બાદ ૬ માસ પછી સુર્યું કે દીવાલ બનાવવી તે ભૂલ હતી એટલે હવે દીવાલ તોડી ફરી ગેઈટ ઉભો કરી દીધો !શહેરની સરકારી જી.જી. હોસ્પિટલમાં કેન્ટીન નજીક આવેલા નવી બિલ્ડીંગમાં જવાનો રસ્તો હતો.
જે અચાનક જ હોસ્પિટલ તંત્રને શુરાતન ચડતા તેને બંધ કરી દીવાલ ચણી દીધી હતી જે બાબતે હોબાળો થયો હતો. પરંતુ ભૂલ માને તે હોસ્પિટલ તંત્ર શાનુ કહેવાય! પરંતુ હવે ૬ માસ બાદ હોસ્પિટલ તંત્રને જ્ઞાન થયું કે, દીવાલ બનાવવી તે ભૂલ હતી એટલે ફરી દીવાલ તોડીને ગેઈટ મૂકી દેવામાં આવ્યો છે. હવે જ્યારે દીવાલ બનાવવી અને તોડવા જેવા લોકોના ખર્ચે પોતાની ભૂલ સુધારતા અધિકારીઓ સામે પગલાં લેવા તેટલું જ જરૂરી છે.
