યુવાન પર બે લોકો તૂટી પડે છે, અને ઉપરા-છાપરી છરીના ઘા મારી લોહીલુહાણ કરી દે છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
શહેરના ઝાંઝરડા રોડ પર બાબા કોમ્પલેક્ષ પાસે એક યુવાન પર જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે. જેમાં યુવાનના શરીર પર જાહેરમાં છરીથી ઘા કરી હુમલાખોરો ફરાર થઈ જાય છે. જોકે, પોલીસને આ મામલે નજીકમાં રહેતા સીસીટીવીના ફૂટેજ મળતા આરોપીઓને શોધવામાં સફળતા મળી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારે જૂનાગઢ શહેરના ઝાંઝરડા રોડ ઉપર બાબા કોમ્પલેક્ષ પાસે ફરિયાદી ફારૂકભાઈ હસનભાઈ ઘોઘારી યુવી. 50 રહે. સરદાર બાગ, ગરીબ નવાઝ સોસાયટી, જૂનાગઢની રસની લારી ઉપર તેઓ સાથે અગાઉના મન દુઃખના કારણે ઝઘડો કર્યો હતો, આરોપી શબ્બીર ઉર્ફે ગભરુ અને એક સગીર દ્વારા છરી વડે હુમલો કરી, છાતી, માથામાં તથા બંને પગમાં ગંભીર ઈજાઓ કરવામાં આવતા, ખૂનની કોશિશનો ગુન્હો નોંધી, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઈન્સ. આર.બી. સોલંકી તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.