Gujarat

જૂનાગઢમાં ગેરકાયદેસર લાયન શો કરતા ૧૮ ઈસમોને સમન્સ

જુનાગઢ
ગીર જંગલની દેવળીયા રેન્જ હેઠળ આવતા મેંદરડાના ગુંદયાળી ગામે તાજેતરમાં એક ખાનગી ફાર્મમાં જીવીત પશુઓને બાંધેલી હાલતમાં મુકી ગેરકાયદે લાયન -શો કરાવતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને લઈ વન વિભાગ હરકતમાં આવ્યું છે. આ મામલે વનવિભાગે અજાણ્યા ૧૨ શખસો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. જે સ્થળે ગેરકાયદે લાયન શો યોજાયો તે સ્થળની વનવિભાગે તપાસ કરી હતી. જેમાં આ ખાનગી ફાર્મ ખાનગી માલિકીનું હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું હતું. આ બનાવની તપાસ કરનારા માળિયાના આર.એફ.ઓ.ના જણાવ્યાં મુજબ, વાયરલ વીડિયોમાં દેખાતા લોકોના આધારે કુલ ૧૮ શકમંદ લોકોને સમન્સ પાઠવી હાજર થવા જણાવાયું છે. શકમંદો આજ-કાલમાં હાજર થશે ત્યારે તેના નિવેદનો લેવામાં આવશે. બાદમાં આરોપીઓની અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી સંભાવના પ્રબળ બની છે. આગામી દિવસોમાં ખાનગી ફાર્મના માલિકની પણ સ્પષ્ટ ઓળખ થઈ જશે તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.જૂનાગઢના દેવળિયા રેન્જ હેઠળના મેંદરડાના ગુંદિયાળીમાં ખાનગી ફાર્મમાં સિંહ સમક્ષ જીવીત પશુ મુકી ગેરકાયદે લાયન શો ચાલી રહ્યો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. ત્યારે આ મામલે ૧૮ શકમંદોને વન વિભાગે સમન્સ પાઠવ્યાં છે. તેમજ તેઓને આ૨.એફ.ઓ. સમક્ષ ઉપસ્થિત રહેવા જણાવ્યું છે. શકમંદોના નિવેદન બાદ તેઓની ધ૨પકડ થવાની શક્યતા વધી છે.

illegal-lion-show-at-junagadh.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *