Gujarat

જેતડાથી રાહ રોડ બનાવવા નાયબ મુખ્યમંત્રીને પત્ર

*થરાદ તાલુકામાં લુવાણા-(કળશ) રાહ થી જેતડા સુધી પાકો ડામર સીંગલ રસ્તો બનેલ છે. જે ઘણા સમયથી રીપેરીંગ થયેલ નથી. ઠેર-ઠેકાણે મોટા ખાડાઓ પડેલ છે. આ વિસ્તારના મુખ્ય માર્ગ તરીકે આ રસ્તાનો લોકો ઉપયોગ કરે છે. થરાદ તાલુકાની કુલ વસ્તીના પચાસ ટકા લોકો વાહન વ્યવહારના ઉપયોગમાં આ રસ્તાને પસંદ કરે છે. જેના લીધે આ રસ્તા ઉપર ખુબજ વધારે વાહનોની અવર-જવર રહે છે. આ રસ્તા ઉપર ઘણા બધા ગામો મોટી વસ્તી વાળા વસેલા છે. આ વિસ્તાર ખુબજ વિકસીત થયો છે. આ રસ્તા ઉપર હાઈસ્કુલો, કોલેજો અને શાળાઓમાં જવા માટે ખુબજ સંખ્યામાં વિધ્યાર્થીઓ આવ-જા કરે છે. આ વિસ્તારમાં દૂઘને ઉધ્યોગ તરીકે અપનાવી પશુપાલકોએ વ્યવસાય અપનાવ્યો છે.

*આ વિસ્તારમાં ખુબ સારી ખેતી/બાગાયતી પાકો જેવાકે દાડમ અને ખારેક થાય છે. જેતડા-રાહ-લુવાણા-બેવટા થઈને આ રસ્તો સીધો આંતર રાજ્ય રાજસ્થાન સાથે જોડાયેલો છે. માટે આ રસ્તો કાયમી ભરચક અને લોકોપયોગી જરૂરીયાત વાળો છે. છતાં પણ આ ડામર રસ્તો સીંગલ પટ્ટી/સાંકડો/સાઈડોમાં તુટેલો અને બિસ્માર છે. આ લીધે વારંવાર અકસ્માતો થાય છે. ગામડાના લોકો વિધ્યાર્થીઓ, ખેડૂતો અને પશુંપાલકો જાનના જોખમે મુશાફ્રરી કરે છે. માટે લોકોના અવાજથી લોકોના પ્રતિનિધી તરીકે આપ સાહેબને નમ્ર વિનંતી છે કે આ રસ્તાને વહેલામાં વહેલી તકે પહોળો (ડબ્બલ) મંજુર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે માંગીલાલ પટેલ જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા રજુઆત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *