કોંગ્રેસમાં છેલ્લા કેટલાય સમયથી અંદરો અંદર ચાલી રહેલો આંતરિક કલહ હવે બહાર આવી રહ્યો છે. જેને લીધે વર્ષોથી કોંગ્રેસ પાર્ટી માં કામ કરી રહેલ કાર્યકરોને રાજીનામું આપવાનો વારો આવ્યો છે. જેને લઈને જેતપુર તાલુકામાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. જેમાં જેતપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિધવત રીતે ભાજપનો ખેસ પહેરતા કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે.
મળતી માહીતી મુજબ જેતપુર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળતા કોંગ્રેસ નેતા પરસોત્તમભાઈ રાદડિયા દ્વારા એકા એક જેતપુર માર્કેટિંગ યાર્ડ ખાતે જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયાએ કેસરીયો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું અંદરો અંદર અનેક ચર્ચાઓ શરૂ થવા પામી હતી. જેતપુર તાલુકા કોંગ્રેસનું રાજકારણ વધુ ગરમાયું છે. આગામી સમયમાં કોંગ્રેસના અનેક આગેવાનો તેમજ કાર્યકરો અન્ય પાર્ટીઓમાં જોડાઈ શકે તેવી સંભાવનાઓ


