જેતપુર તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં હતા તે બોરડી સમઢીયાળા ગામ પાસેથી ઇંગ્લિશ દારૂ ભરેલી કારપકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવ મુજબ જેતપુર તાલુકા પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળતા જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામમાં ફોર્ડ કંપનીની ઇકો સ્પોર્ટ કાર રજી નંબર (જી.જે.૦૩ જે.સી.૬૨૭૨ )કારની તલાશી લેતા ઈંગ્લીશ દારૂ બોટલ નંગ ૧૧૨ કિંમત રૂ.૩૩૬૦૦ તેમજ ફોર્ડ કંપનીની ઇકો સપોર્ટ કાર જેની કિંમત રૂ.૧૦૦૦૦૦ તેમજ મોબાઈલ જેમની કિંમત રૂ.૬૫૦૦ સહિતનો કુલ મુદ્દામાલ મળી રૂ.૧૪૦૧૦૦ સાથે કપીલભાઈ મજબૂતભાઈ જેબલીયા જાતે કાઠી દરબાર રહે.બગસરા તેમજ અન્ય બે શખ્સો ઇરફાન ગફારભાઇ ટાંક જાતે પીંજારા રહે.બગસરા તેમજ અન્ય શખ્સ તરૂણ વિજયભાઈ પરમાર જાતે રાજપૂત રહે.બગસરા ત્રણેય શખ્સોને પકડી પાડ્યા હતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ પૂછપરછ દરમિયાન દારૂ મંગાવનાર જેતપુરના બુટલેગર અશ્વિન વિનુભાઈ વેગડા જાતે.અનુસૂચિત તેમજ દારૂ આપનાર બગસરાના બુટલેગર રાહુલ ઉર્ફે ભૂરો કછવાડા રહે.ચારણ પીપળીયા તા.બગસરા બંને શખ્સોને પકડી પાડવા તજવીજ હાથ ધરી હતી
Attachments area


