જેતપુર તાલુકાના ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનારી છે ત્યારે તાલુકાના ૪૭ ગામ માં સામાન્ય ચૂંટણી અને ૧ ગામ માં પેટાચૂંટણી કુલ તાલુકાના તમામ ૪૮ ગામોની ચૂંટણી આગામી દિવસોમાં યોજાનારી છે જેમાંથી ૫ ગામો બિનહરીફ જાહેર કરાયા જ્યારે એક ગામમાં ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે ત્યારે બાકીના ૪૨ ગામોની ચૂંટણી યોજાશે જેમાં સરપંચ ના ૧૭૭ જેટલા ફોર્મ ભરાયા હતા અને ૯૬૫ ફોર્મ સભ્યોના ભરાયા હતા.
જેતપુર તાલુકાના ૪૮ ગામોમાં આગામી દિવસોમાં ગ્રામ પંચાયતના સરપંચની ચુટણી યોજાનારી હતી જેમાં તાલુકામાં આવતા ૪૭ ગ્રામ પંચાયત ની સામાન્ય સીટો પર ચૂંટણીઓ યોજાનારી છે અને ૧ ગામમાં પેટા ચૂંટણીઓ યોજાનારી છે કુલ ૪૮ ગામની આગામી દિવસોમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાનારી હતી ત્યારે આજે ૫ ગામોમાં જૂની પેનલોએ ફોર્મ પરત ખેંચતા નવી પેનલો બિનહરીફ થવા પામી છે સરપંચના ૧૭૭ ઉમેદવારો એ ફોમૅ રજૂ કરાયા હતા અને ગામ પંચાયતના સભ્યોના ૯૬૫ જેટલા ફોર્મ ભરાયા હતા જેમાંથી તાલુકાના ૪૮ ગામમાંથી ૫ ગામો સમરસ જાહેર કરાયા હતા તેમજ એક ગામમાં ચૂંટણીનો બહિષ્કાર કરાતા તેમાંથી હવે ૪૨ ગામની આગામી દિવસોમાં સરપંચ ની ચૂંટણીઓ યોજાશે આ અંગે જેતપુર મામલતદાર અધિકારી ડી.એ.ગીનીયા જણાવ્યું હતું કે સરધારપુર, પ્રેમગઢ, રબારીકા,લુણાગરા,થોરાળા એ ગામો સમરસ થતા તમામ પાંચ ગામો બિનહરીફ જાહેર કરાયા હતા તેમ જણાવ્યું હતુ
હરેશ ભાલીયા જેતપુર


