જેતપુર: જેતપુર માં દેરડી રોડ પર આવાસના ક્વાર્ટર માં રહેતા પટેલ યુવાનને જેતપુર પોલીસે ન્યાય નહીં આપ્યાનો વિડીયો વાયરસ કરવા બદલ પોલસે બેફામ માર માર્યો હોવાનો ભોગ બનનાર ના પત્નીએ આક્ષોપ ર્ક્યો છે. આ અંગેની સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જેતપુરના દેરડી રોડ પર આવેલ આવાસ યોજનામાં રહેતા જીગ્નેશભાઈ રાદડીયા એ તાજેતરમાં એક વિડીયો વાઇરલ કર્યો હતો. જેમાં તેને આક્ષેપ કર્યો હતો કે મારી બાજુમાં આવેલા એક કારખાનાના માલિક અને કામ કરતા મજૂરે તેના દીકરાનો હાથ ભાંગી નાખ્યો હતો. જે અંગેની પોલીસ ફરિયાદ લખાવી પરત આવતા હતા ત્યારે રસ્તામાં આરોપીઓએ રોકી ફરી ધમકી આપી હતી. આ અંગેની જેતપુર શહેર પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવવા જતાં પોલીસે ફરિયાદ લીધી ન હતી. પોલીસે આરોપી સાથે વહીવટ કરી લીધો હોવાની લાગણી અનુભવતા જીગ્નેશભાઈ કંટાળીને જેરી દવા પી લીધી હતી.જેથી, હોસ્પિટલે આવેલા પોલીસ સ્ટાફે તેમની ફરિયાદ લઈ લેવાની ખાતરી આપી હતી.પરંતુ ફરિયાદ લીધી ન હતી.આ પરિવારના સભ્યો સામે જ કારખાનું ધરાવતા આરોપીના ત્રાસથી ઘરની બહાર પણ નીકળી શકતા ન હોય કંટાળીને જીગ્નેશભાઈએ એક વિડીયો વાઇરલ કર્યો હતો. જેમાં જો મને ન્યાય નહીં મળે તો હું મારા પરિવાર સાથે દવા પીને આત્મહત્યા કરી લઇશનો અને તે માટે જવાબદાર જેતપુર શહેર પીઆઇ દરજી, જમાદાર ચંદ્રસિંહ અને એક કોન્સ્ટેબલ આ ત્રણેયની જવાબદારી રહેશેનું વિડીયોમાં જણાવ્યુ હતું. આ વિડીયો વાઇરલ થયા બાદ આરોપીઓને પકડવાના બદલે પોલીસે જીગ્નેશભાઈને પોલીસ સ્ટેશન લાવીને ઢોરમાર માર્યાનો આક્ષેપ તેમના પત્નિએ કર્યો હતો.
પીઆઇ દરજી અગાઉ અમદાવાદમાં છેતરપિંડીના ગુનામાં ફરિયાદને બદલે અરજી લેતા સસ્પેન્ડ થયેલા છે
જેતપુરના યુવાનની ફરિયાદ ન લેવાનો અને બેફામ માર મારવાનો જેમના પર આક્ષેપ થયો છે જેતપુરના પીઆઇ પી.ડી. દરજીને અગાઉ આવા કેસમાં સસ્પેન્ડ કરાયા હતાં. દરજી અગાઉ અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં પીઆઇ તરીકે ફરજ પર હતાં. ત્યારે લોકડાઉન દરમિયાન ભાડે કાર આપતી જુમ કંપનીના વેપારીએ એક વ્યક્તિને કાર ભાડે આપી હતી. કાર લઈ જનાર વ્યક્તિએ કાર સમયસર પરત ન કરતા વેપારી સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવા માટે ગયા હતા. ત્યારે પીઆઈ દરજીએ વેપારીની ફરિયાદ નોંધવાને બદલે માત્ર અરજી લીધી હતી. જેથી વેપારીએ આ મામલે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી.જેથી પોલીસ કમિશનરે છેતરપિંડી જેવા ગંભીર ગુનાની ફરિયાદ ન નોંધી અને માત્ર અરજી દાખલ કરવા બદલ તેમને સસ્પેન્ડ કર્યા હતાં.તેમના વિરૂદ્ધ ACP દિવ્યા રવિયાને તપાસ સોંપાઈ હતી.ફરજમાં બેદરકારી દાખવવા બદલ થોડો સમય સસ્પેન્ડ રખાયા બાદ દરજીની બદલી રાજકોટ રૂલરમાં કરાય હતી. જ્યાં પહેલા તેમણે ધોરાજી સીપીઆઇ તરીકે મુકાયા હતાં.જે બાદ થોડા સમય પહેલા જેતપુર શહેરમાં પીઆઇ તરીકે મુકાયા હતાં. આમ, ફરિયાદીઓની ફરિયાદ ન લેવા માટે પીઆઇ દરજી પહેલેથી જ કુખ્યાત છે.


