Gujarat

જેતપુર માર્કેટ યાર્ડની ચુંટણી ખેડૂત પેનલની 10 સહિત તમામ 16 બેઠકો બિનહરીફ

રાજકોટ માર્કેટ યાર્ડની પ્રતિષ્ઠાજનક ચૂંટણીમાં સહકારી ક્ષેત્રમાં દબદબા વિશે તાકાતનાં પારખા થઈ ગયા બાદ હવે જેતપુરમાં યાર્ડની ચૂંટણી બીનહરીફ થઈ છે. 16 બેઠકો માટે 17 ફોર્મ ભરાયા છે.પરંતુ તેમાંથી એક પાછુ ખેંચાતા. જેતપુર માર્કેટ યાર્ડની ચૂંટણીમાં કુલ 16 બેઠકો બિનહરીફ
ખેડુત વિભાગની 10 તથા રૂપાંતરની બે મળીને 6 બેઠકોમાં કોઈ પ્રતિસ્પર્ધી ન હોવાથી તે બીનહરીફ થઈ છે.વેપારી વિભાગમાં ચાર બેઠક માટે એક ફોર્મ ભરાયા છે. આજે ફોર્મ ચકાસણીમાં તમામ 17 ફોર્મ માન્ય રહ્યા હતા. હવે વેપારી વિભાગમાંથી એક ઉમેદવારને સમજાવટપૂર્વક ફોર્મ પાછુ ખેંચાવવાના પ્રયત્નો શરૂ થયા હતા.તેના આધારે તમામ 16 બેઠકો બીનહરીફ થઈ . જેતપુર રાજયનાં પૂર્વ મંત્રી તથા જીલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડીયાનું મતક્ષેત્ર છે.સમગ્ર રાજકોટ જીલ્લાના સહકારી ક્ષેત્ર પર રાદડીયા જુથનો દબદબો છે. રાજકોટ યાર્ડની ચૂંટણીમાં તે સાબીત થઈ જ ચુકયુ હતુ હવે પોતાના જ મતક્ષેત્રનાં યાર્ડને બીનહરીફ કરાવીને તેનાં દ્વારા તાકાતના વધુ એક પરિચય આપી દેવામાં આવ્યો છે. જયેશ રાદડીયાએ વાતચીતમાં કહ્યું કે 30 વર્ષથી સહકારી ક્ષેત્રનો ભરોસો જીતી રાખ્યો છે. વેપારી વિભાગમાં માત્ર એક ફોર્મ વધુ ભરાયું તે પાછું ખેંચતા તમામ બેઠકો બિન હરીફ થતા તમામ 16 બેઠકો બીનહરીફ થઈ છે

IMG-20211009-WA0099.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *