Gujarat

જેતપુરના જૂનાગઢ રોડ પર આવેલ મામદાદાનું મંદિર ઉદ્યોગપતિને નડતરરૂપ થતા તોડવામાં આવી રહ્યું હોય, જેથી સેવકોમાં રોષ,વ્યાપો,

જેતપુરના માર્કેટિંગ યાર્ડથી થોડે દુર આવેલ રોડ પર વર્ષો જુનુ મંદિર આવેલુ હતું. આ મંદિરની પાછળ આવેલ ઉદ્યોગકારોની જમીન આગળ રોડ ઉપર અડચણરૃપ હોવાથી આજે  ચાર પાંચ લોકો દબાણ હટાવવા પહોંચ્યા હતા તેથી સ્થાનીક લોકો અને શ્રધ્ધાળુઓએ ભારે વિરોધ કર્યો હતો. તોડવા આવેલ લોકો મંદિરમાં ઘુસી મંદિરની ચીજવસ્તુઓ બહાર ફેંકતા સેવકો તેમજ શ્રધ્ધાળુઓ મંદિર તોડવાનો વિરોધ સાથે જેતપુર જુનાગઢ હાઇવે ઉપર વાહનો રોકી વાહનો આગળ સુઈ જઇ વિરોધ કર્યો હતો
આજે સવારના સમયે આ ઘટના બનતા સ્થાનીક લોકો અને શ્રધ્ધાળુઓ એકઠા થઈ ગયા હતા અને મંદિર તોડવાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. મંદિર તોડવા નહી દઈએ તેમ કહી કેટલાક ભકતજનોને પ્રયાસ કરતા ચકમકઝરી હતી. પોલીસે મહામહેનતે લોકોને મંદિરમાંથી બહાર કાઢી ટોળાને દુર કર્યા હતા
પોલીસ ઘટના સ્થળે પહોંચી વાહન વ્યવહારની સ્થિતિ પૂર્વવત કરી સ્થિતિને કાબુમાં કર્યા શ્રધ્ધાળુઓમાં ભારે રોષ ભભૂકી ઉઠયો હતો અને લોકો કચવાટ કરતા નજરે પડયા હતાં. મંદિર હટાવવાની કામગીરીના પગલે થોડીવાર માટે માહોલ તંગ થઈ ગયો હતો પરંતુ પોલીસે કડક હાથે કામગીરી લેતા સ્થિતી કાબુમાં આવી હતી.
વિક્રમસિંહ ચુડાસમા જેતપુર

IMG-20211126-WA0064.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *