Gujarat

જેતપુરના નવાગઢમાં રસ્તો ઓળગી રહેલા આધેડનું વાહનની ઠોકરે મોત અકસ્માત સર્જી નાશી છૂટેલા બોલેરો ચાલક સામે ગુનો નોંધાયો

જેતપુર નજીક નવાગઢ પાસે રસ્તો ઓળંગતા આધેડનું વાહનની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતા મોત નીપજયું છે.આ અંગે પોલીસે મૃતકના પત્નીની ફરીયાદ પરથી અકસ્માત સર્જી નાશી છુટેલા બોલેરો ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
જાણવા મળતી વિગત મુજબ જેતપુર નવાગઢમાં અનાજના ગોડાઉન પાછળ ખાટકીવાસમાં રહેતા ઇકલાલશા ઉર્ફે બોદુ બાપુશા શાહમદાર નામના આધેડ રાજકોટ જૂનાગઢ હાઇ – વે પર નવાગઢ બ્રીજ પાસે પાસે રસ્તો ઓળંગતા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવતી બોલેરો કારના ચાલકે ઠોકરે લઇ નાશી છૂટતા ઇજાગ્રસ્ત આધેડને સારવાર માટે પ્રથમ જૂનાગઢ બાદ રાજકોટ અને ત્યારથી વધુ સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ સારવાર કારગત ન નીવડતા તેનું મોત નીપજયું હતું.આ અંગે જેતપુર પોલીસે મૃતકના પત્ની સાહીદાબેન ઇકબાલશા શાહમદારની ફરીયાદ પરથી બોલેરો નં.જીજે ૩ બીવી ૯૦૬૫ ના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી જેતપુર સીટી પીએસઆઇ ડી.કે. બોરીચાએ વધુ તપાસ હાથ ધરી છે .
હરેશ ભાલીયા જેતપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *