Gujarat

જેતપુરના પાણી પ્રદુષણને છાવરનાર મહિલાના દેખાડવાના અને ચાવવાના પણ જુદા ? બોલો..લ્યો..

પેટા
થોડા દિવસો પહેલાજ પાણી પ્રદુષણનો મુદ્દો ઉઠાવનાર મહિલાને હવે પાણી પ્રદુષણ દેખાતું બંધ થઈ ગયું ?
પેટા
પાણી પ્રદુષણ મુદ્દે યુટર્ન લેનાર મહિલાની બેધારી નીતિ પ્રજા સમક્ષ ખુલ્લી પડી ગઈ !!
(હરેશ ભાલિયા દ્વારા) જેતપુર
થોડા દિવસો પહેલા જેતપુરના પ્રદૂષણ બાબતે અવાજ ઉઠાવનાર મહિલા આગેવાન હવે પોલ્યુશન ન હોવાના વખાણ કરવા લાગતા જાગૃત લોકોએ આ મહિલાના દેખાડવાના અને ચાવવાના દાંત જોઈ લીધા છે.
વાત એવી છે કે થોડા દિવસો પહેલા જ જેતપુરની એક મહિલા અગ્રણી ભાદર નદીમાં વચ્ચે ઊભા રહીને નદીમાં જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા પારાવાર પ્રદૂષણ ફેલાવવાતુ હોવાની ફરિયાદ મીડિયા સમક્ષ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે ભાદર નદીનું પાણી એટલું બગડી ગયું છે કે લોકો વાપરી શકતા નથી, હજારો જળચર મરી ગયા છે ત્યારે એકાએક ખૂબ ટૂંકા સમયમાં જ જેતપુર ડાઇંગ પ્રિન્ટિંગ સત્તાવાળાઓએ જાણે આ મહિલાને સાધી લીધી હોય તેમ આ મહિલા આગેવાન હવે પ્રદૂષણ સામે અવાજ ઉઠાવનાર પત્રકારોને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. તેઓ જાગૃત લોકો કહે છે ત્યારે આ બાબતે શું પરિણામ આવશે તે સમય જ બતાવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ-ચાર દિવસથી જેતપુરના સાડી ઉધોગને પાણી પ્રદૂષણને ઉજાગર કરનાર પત્રકારોને દબાવા માટે ભાજપના હરિફ પક્ષની એક મહિલા અગ્રણી રીતસરની ખોટે ખોટા આક્ષેપો વાળા વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વહેતા કરી રહી છે.
તેના આવા આક્ષેપો વાળી વાતને કોઈ અખબારો સમર્થન આપતું નથી. ત્યારે તેમના માટે માત્ર ને માત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની બની રહ્યું છે.
 જ્યારે બીજી બાજુ પાણી પ્રદૂષણ સામે અવાજ ઉઠાવનાર પત્રકારોની મહેનત સૌરાષ્ટ્રના ઘણા ખરા અખબારો અને નાની મોટી ટીવી ચેનલોમાં ઉજાગર થઇ રહી છે. ત્યારે આ મહિલા પોતાને મનોમન હારી ગઈ હોવાનું માનીને પત્રકારો સામેના ખોટે ખોટા આક્ષેપો વાળા વિડિયો સોશિયલ મીડિયામાં વહેતા કર્યા છે.
પરંતુ જેતપુરની પ્રજા બુદ્ધિજીવી છે. નાના નાના કારખાનેદારો પણ આ મહિલાના દેખાડવાના જુદા અને ચાવવાના જુદા દાંત જોઈને આશ્ચર્ય પામી રહ્યા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પ્રદૂષણ બાબતે પત્રકારોને નિવેદન આપનાર આ મહિલાને અચાનક જ કેમ જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિયન સામે પ્રેમ ઉભરાઈ આવ્યો તેનું બુદ્ધિજીવી પ્રજા આત્મમંથન કરી રહી છે.
બોક્સ : પત્રકારોને ખોટી પોલીસ ફરિયાદમાં ફીટ કરવાનો હીન કારસો
જેતપુર : અમારા જાણકાર સૂત્રો એવું પણ જણાવે છે કે છેલ્લા ચાર દિવસથી આ મહિલા આગેવાનના  ખીલે કુદત્તા અમુક તેમના મળતિયાઓ પાણી પ્રદૂષણ સામે અવાજ ઉઠાવનાર પત્રકારોને ખોટી પોલીસ ફરિયાદમાં ફીટ કરી દેવાના નિત નવા કારસો રચી રહ્યા છે. આધારભૂત સૂત્રોએ એવું પણ કહ્યું કે પાણી પ્રદૂષણ સામે અવાજ ઉઠાવનાર પત્રકારો સામે આ મહિલાના મળતીયા આવી ફરિયાદ કરવા પોલીસ થાણે  પહોંચી ગયા છે.
ત્યારે જેતપુરના જાંબાઝ પોલીસ અધિકારી પી.ડી દરજી સહિતના પોલીસ સ્ટાફે મળતિયાઓની ફરિયાદ બાબતે તપાસ કરતા આવી ફરિયાદ શંકાસ્પદ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું છે.
 પોલીસ એવું પણ વિચારે છે કે પત્રકારો સમક્ષ ખોટા આક્ષેપો વાળી ફરિયાદ કરનાર મળતિયાઓને અચાનક જ કેમ પત્રકારો સમક્ષ ફરિયાદ કરવાનું સૂઝ્યું ?  જ્યારે જ્યારે પાણી પ્રદૂષણનો મુદ્દો ઉઠાવાય છે  ત્યારે ત્યારે જ કેમ પત્રકારો સામે ખોટા આક્ષેપો કરાય છે ? તે પણ તપાસનો વિષય હોવાનું પોલીસ વિચારી રહી છે.
અચાનક જ પાણી પ્રદુષણ છવારવાનો પ્રયાસ કરતા મળતીયાઓને તે મહિલા કે ઉદ્યોગપતિઓ સાથે શુ સંબંધો હોઈ શકે ? તેવું તપાસાય રહ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પત્રકારોને ફરિયાદોમાં ફસાવવાનો કારસો પ્રાથમિક દ્રષ્ટિએ નિષ્ફળ નિવડયો હોવાનું આધારભૂત સૂત્રો કહે છે.
ત્યારે દારૂના દૂષણ દૂર કરવા હાલી નીકળી તેમજ ડાઇંગ એસોસિયન સૂત્રો પ્રત્યે અચાનક જ પ્રેમનો ઊભરો  દેખાડનાર આ મહિલાનું અસલી ચિત્ર પ્રજા સમક્ષ આવી ગયું છે. જેતપુરની બુદ્ધિજીવી પ્રજાને હવે આ મહિલા બાબતે કાંઈ પણ કહેવું તે અનુચિત લાગે છે.

IMG-20211206-WA0069.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *