જેતપુરમાં પિતાના ઘરે રહેતા પૂજાબેન અમદાવાદ રહેતા પતિ, સાસુ તેમજ સસરા અને નણંદ દ્વારા મારકુટ કરી શારીરિક – માનસિક ત્રાસ આપવામાં આવતા જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે
જાણવા મળતી વિગતો મુજબ અમદાવાદ સાસરું ધરાવતા અને હાલ પિતાના ઘરે જેતપુર ખાતે રહેતા પૂજાબેન વા/ઓ પીયૂષભાઈ ઢોલરીયા ના લગ્ન એકાદ મહિના બાદ તેમના પતિ પિયુષભાઈ અશોકભાઈ ઢોલરીયા, સસરા અશોકભાઈ ઢોલરીયા,સાસુ મુક્તાબેન અશોકભાઇ ઢોલરીયા તેમજ નણંદ, સગુણાબેન અશોકભાઈ ઢોલરીયા રહે- ન્યુન રોડા,સીતારામ ચોક દ્વારકેશ સોસા. બ્લોક નં-૮અ અમદાવાદ દ્વારા નાની નાની બાબત તેમજ ઘરકામ બાબતે ઝગડાઓ કરી ગાળો આપી મારકુટ કરી શારીરીક માનસીક દુખ ત્રાસ આપી ગુંડા ભૂંડા બોલે ગાળો આપી ઢીકા પાટુનો મુંઢ માર મારી તેમજ નણંદ સગુણાબેન દ્વારા પાછી આવીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનામાં એક બીજાને મદદ ગારી બદલ ફરિયાદ નોંધાતા આઈ.પી.સી.કલમ ૪૯૮-ક,૨૯૪(ખ),૫૦૬(૨),૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
