Gujarat

જેતપુરના ભોજાધાર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા

જેતપુરમાં ભોજાધાર ટાવર પાસે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને રૂા.10280ની રોકડ સાથે પોલીસે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે સીટી પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન એ ખાનગીહકીકત આધારે જેતપુરના ભોજાધાર, ટાવર પાસે જાહેરમાં ગંજીપતાના પાના પૈસા વડે જુગાર રમતા ત્રણ ઈસમોને રોકડ રૂા.10280 સાથે પકડી પાડી જુ.ધા. કલમ 12 મુજબ ગુનો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
જુગાર રમતા ઝડપાયેલા શખ્સોમાં (1) સોહીલભાઈ યુસુફભાઈ સાહમદાર (રહે. લક્ષ્મીમીલની પાછળ, ભોજાધાર, જેતપુર), (2) સલીમભાઈ રહેમાનભાઈ બેલીમ (રહે. રોકડીયા હનુમાન સામેની ગલી, ભોજાધાર, જેતપુર) તથા (3) સુરેશભાઈ બચુભાઈ જેઠવા (રહે. રોકડીયા હનુમાનની બાજુમાં, ભોજાધાર, 3 ઇસમોને રોકડ રકમ રૂ.10280 સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

IMG-20211016-WA0061.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *