છેલ્લા કેટલાય દિવસથી જેતપુરના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહે ધામા નાંખ્યા છે, ત્યારે ગઈ કાલે રાત્રે જેતપુર શહેરની હદ સુધી સિંહ પહોંચી જતા લોકોમાં ભય ફેલાયો છે.ગઈ કાલે રાત્રે જેતપુર શહેરની હદ સુધી પહોંચી ગયેલા સિંહે તેજકાળા ત્રણમાં યોગીનગર પાસે બે વાછરડાંનું મારણ કર્યું હતું.મારણ કરીને ફરી સાવજ વાડી વિસ્તારમાં જતા રહ્યા હતા.મારણ કરતા શહેરના લોકોમાં ફફડાટ ફેલાયો હતો.
નોંધનીય છે કે, છેલ્લા ઘણા સમયથી સાવજો જેતપુર તાલુકામાં હતા, હવે શહેર તરફ વળ્યા છે. જેને કારણે હવે શહેરીજનોમાં ડરનો માહોલ છે. આ ગામડાઓમાં છેલ્લા ઘણા મહિનાથી સાવજો વિહરી રહ્યા છે.
સિંહ વાડી વિસ્તાર બાદ રહેણાંક વિસ્તારમાં આવી જતા લોકોમાં ભય નો માહોલ ફેલાયો છે ફોરેસ્ટ વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લઈ સિંહ ને જંગલ તરફ વાળી દે તેવી લોકોમાં માંગ ઉઠી છે.
હરેશ ભાલીયા જેતપુર


